રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા પરિવાર દ્વારા, મહા સંમેલન રાખવામાં આવ્યું હતું. તારીખ 1,5,2024 ના રોજ, રાજકોટ ખાતે, શ્રી વિશ્વકર્મા પરિવાર દ્વારા, આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, શ્રી વિશ્વકર્મા સમાજના, સમસ્ત પરિવાર એકત્રિત થયા હતા. આ સાથે, શ્રી વિશ્વકર્મા સમાજના, સોની સમાજના આગવાનો ઉપસ્થિત રહ્યા હતા, સોની સમાજના અગ્રણીઓ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલા તથા નરેન્દ્ર બાપુ સોલંકીને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજના આ કાર્યક્રમમાં સોની સમાજના અગ્રણીઓમાં અરવિંદભાઈ પાટડિયા, રાજુભાઈ લોઢીયા, કુમારભાઈ ધાણક, નિલેશભાઈ લુંભાણી, એડવોકેટ ભરતભાઈ પાલા, મહેશભાઇ ઘઘડા, રવિભાઈ રાણીગા, ડેનિશભાઇ આડેસરા, જયેશભાઈ ગેરીયા, હરેશભાઈ નાંઢા, કૈલાશભાઈ રાજપરા, ચેતનભાઇ પાલા, સાથે મંગેશભાઈ દેસાઈ, ઋષિ ભાઈ ત્રિવેદી, બીટી બારોટ, મહિલા માંથી કોર્પોરેટર શ્રી વર્ષાબેન રાણપરા, સરોજબેન પાલા, ચંદ્રિકાબેન નાંઢા, માધવીબેન જોગિયા, ભારતીબેન લોઢીયા, અરૂણાબેન સોની, વંદનાબેન પડધરી, શીતલબેન લોઢીયા, માલાબેન લોઢીયા, મધુબેન રાણીંગા, બિંદીયાબેન લોઢિયા, ઉપસ્થિત રહ્યા હતા.



