સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના સ્નેહમિલનમાં પધારવા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયાનું આહવાન..!!


રાજકોટ શહેરમાં વસતા સમસ્ત ગુર્જર સુતાર સમાજના તમામ જ્ઞાતિ બંધુઓને તા.૦૧/૦૫/૨૦૨૪ ને બુધવારના રોજ યોજનારા સમસ્ત વિશ્વકર્મા સમાજ મહા સમેલનમાં ઉમટી પડવા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયા દ્વારા આહ્વાન કરવામાં આવેલ છે. આ મહા સમેલન અને સ્નેહમિલનકાર્યક્રમમાં રાજકોટ શહેરમાં વસતા સમસ્ત વિશ્વકર્મા સમાજના તમામ જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. શ્રી નરેન્દ્રબાપુ (આપા ગિગાનો ઓટલો) દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા પરિવાર સ્નેહમિલન અને રંગારંગ કાર્યક્રમમાં સૌ પરિવારજનોને જાણીતા હાસ્ય કલાકાર શ્રી ધીરુભાઈ સરવૈયા હાસ્યની છોળો ઉડાવશે અને સૌને મનોરંજન પણ કરાવશે. 

સમગ્ર વિશ્વકર્મા સમાજના હિતાર્થે હાર હમેશા વિવિધ પ્રકારની સામાજિક, ધાર્મિક રાજકીય સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. સમગ્ર વર્ષ દરમિયાન જ્ઞાતીના લોકો વધુ ને વધુ એકબીજા સાથે હળી મળી સંગઠિત બને તે માટે આવા સ્નેહમિલન જેવા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. તા.૦૧/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર સમગ્ર વિશ્વકર્મા પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમમાં ખાસ ૧૦-રાજકોટ લોકસભા મતદાર વિભાગના આપણાં સૌના લોકલાડીલા ઉમેદવાર શ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબનું સન્માન કરવામાં આવનાર છે. તેમની સાથે રાજકોટ દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઇ દોશી, શ્રી કિશોરભાઇ રાઠોડ વગેરે આગેવાનો પણ ખાસ હાજર રહેશે. 

આ સ્નેહમિલન અને મહા સમેલન કાર્યક્રમમાં ખાસ વિશ્વકર્માના પાંચ સંતાનો એક મંચ પર એકત્રિત થઈ સમાજમાં એકતાનો નવો સંદેશ આપવાના છે. અને સૌ વિશ્વકર્મા સંતાનો દ્વારા માન. શ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબનું સન્માન કરવામાં આવશે. 

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયાની સાથે અધ્યક્ષશ્રી મુકેશભાઇ આર. વડગામા, શ્રી કાન્તીભાઈ પી. તલસાણીયા (ઉપપ્રમુખશ્રી) ઉપાધ્યક્ષશ્રી જગદીશભાઈ સોંડાગર, શ્રી પ્રદિપભાઇ કે. કરગથરા (મંત્રીશ્રી), શ્રી અરવિંદભાઈ બી. ત્રેટીયા(ખજાનચી), શ્રી ગોરધનભાઈ પી. ચાપાનેરા (સહમંત્રીશ્રી), કારોબારી સભ્ય શ્રી હર્ષદભાઈ આર. બકરાણીયા, શ્રી કિશોરભાઈ એમ. અંબાસણા, શ્રી હરિભાઈ કે. સીનરોજા, શ્રી દિલીપભાઈ બી. પંચાસરા, શ્રી શાંતિલાલ ડી. સાંકડેચા, શ્રી મીતેશભાઇ એસ. ધ્રાગધરિયા, શ્રી જનકભાઈ એન. વડગામા, શ્રી કિશોરભાઈ આર. બોરાણિયા, શ્રી કેતનભાઈ એમ. મહિધરિયા, શ્રી ઘનશ્યામભાઈ જે. દુદકીયા અને ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ એન. ખંભાયતા, શ્રી વિનયભાઈ એમ. તલસાણિયા, શ્રી મુકેશભાઇ કે. ભાડેશીયા, ઉપરાંત શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના ઉપાધ્યક્ષશ્રી ભરતભાઈ ખારેચા, પૂર્વ પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ ખંભાયતા, શ્રી ગુર્જર સુતાર કન્યા છાત્રાલયના ચેરમેન શ્રી જગૂભાઈ ભારદિયા, શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળના પ્રમુખશ્રી રમણીકભાઈ પાટણવડીયા, શ્રી વિશ્વકર્મા ધૂન મંડળ (ભાઈઓ) પ્રમુખશ્રી દામજીભાઈ ખારેચા, શ્રી વિશ્વકર્મા ધુન મંડળ (મહિલા) પ્રમુખશ્રી કુસુમબેન સાંકડેચા, ધી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કો ઓપ. સોસાયટી લી. (ગજ્જર બેન્ક)ના પ્રમુખશ્રી પ્રફુલભાઇ બકરાણીયા અને ઉપપ્રમુખશ્રી અને વોર્ડ નં.૧૩ ના ભાજપના આગેવાન શ્રી જયસુખભાઇ પંચાસરા, શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને વિરાટ ઔધ્યોગિક સેવા સહકારી મંડળીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ વઘાસણા, ગજ્જર સર્વિસ ગ્રૂપના પ્રમુખશ્રી કિશોરભાઇ બોરાણિયા, શ્રી વિશ્વકર્મા આરતી મંડળના પ્રમુખશ્રી હરિભાઇ ધ્રાંગધરિયા અને શ્રી ગજ્જર સખી વૃંદના પ્રમુખશ્રી ડોલીબેન તલસાણિયા દ્વારા તમામ જ્ઞાતિજનોને તા.૦૧/૦૫/૨૦૨૪ બુધવારના મહાસમેલનમાં બહોળી સંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામા આવેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું