શું કબુતરના ચરકને કારણે કોઈનું મૃત્યુ થઇ શકે ?

 શું કબુતરના ચરકને કારણે કોઈનું મૃત્યુ થઇ શકે ? 

જાણવા માટે આ સત્ય માહિતી પુરી વાંચો.

  તાજેતરમાં જ તા. 29/02/2024ના રોજ કલ્પનાબેન દલસુખભાઈ જાદવાણી (મૂળ ગામ : નવલગઢ, બોપલ-અમદાવાદના રહેવાસી) જે દલસુખભાઈ ચમનભાઈ જાદવાણીના પત્નિ) તેમજ સુરેન્દ્રનગરના ગજ્જર પરિવારના ધનજીભાઈ ચારોલાના સુપુત્રીનું માત્ર 57 વર્ષે નિધન થયું તેમાં મૂળ કારણ કબૂતરના ચરકમાં રહેલી એક પ્રકારની ફૂગને લીધે થયેલા ફેફસાના ઇન્ફેક્શનનું કારણ જવાબદાર છે. 

  હાઇરાઇઝ બિલ્ડિંગોમાં દરેક ઘરમાં કબૂતરોથી બચવા માટેની જાળી નખાવવી જ પડે એટલા મોટા પ્રમાણમાં કબૂતરો શહેરોમાં છે. ખરેખર કબૂતરના ચરકમાં એવું શું છે જેનાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે ?  આ જાણવું જરૂરી છે. 

ફેફસાંનું ઇન્ફેક્શન

  અમેરિકન જર્નલ ઓફ રેસ્પિરેટરી મેડિસિન ઍન્ડ ક્રિટિકલ કૅરમાં પણ આ બાબતે નોંધ લેવાઈ હતી કે ભારતમાં ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ (ILD) થવાના કારણોમાં સૌથી મહત્વનું કારણ કબૂતરનું ચરક છે. આ રોગ વિશે જણાવતાં પી. ડી. હિન્દુજા હૉસ્પિટલના પલ્મનોલૉજિસ્ટ ડૉ. લાન્સલૉટ પિન્ટો કહે છે, ‘કબૂતરનું ચરક એક એવું ઇરિટન્ટ છે, જેનું એક્સપોઝર મળે એટલે કે એ તમારી આસપાસ પણ હોય તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ એના પ્રત્યે રીઍક્શન આપે છે. આ તકલીફને હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ કહે છે. આ તકલીફ ફક્ત કબૂતરના ચરકને કારણે જ થાય છે; જેમાં માણસને શ્વાસની તકલીફ થાય, કોલ્ડ, કફ કે સ્કિન પર ખંજવાળ આવે જેવાં લક્ષણો દેખાય. આ હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ આગળ વધતાં ફેફસાંને ડૅમેજ કરે છે અને ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝમાં પરિણમે છે, જે ઘાતક બની શકે છે.’

  કબૂતરના ચરકથી જેમને ઍલર્જી થાય કે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ થાય તો શરૂઆતમાં ખાસ સમજાતું નથી કે આ થવા પાછળનું કારણ શું છે. મોટા ભાગના કેસમાં નિદાન મોડું જ થાય છે. ત્યાં સુધીમાં ફેફસાંને ડૅમેજ થઈ ગયું હોય છે, જેને કારણે વ્યક્તિ માટે આ તકલીફ ઘાતક સિદ્ધ થતી હોય છે. આ બાબતે વાત કરતાં ડૉ. અનીતા મૅથ્યુ કહે છે, ‘એક વખત ખબર પડે કે વ્યક્તિને આ પ્રૉબ્લેમ છે તો એનો સૌથી પહેલો ઇલાજ એ છે કે કબૂતરથી દૂર રહેવું. 

  કબૂતરોને ચણ નાખવું એ માનવતાની દૃષ્ટિએ ઉચ્ચ કામ છે, પરંતુ જો એક પણ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય ત્યારે કદાચ એ કાર્ય ઉમદા રહેતું નથી. આ બાબતે કોઈ ને કોઈ પગલાં લેવાં જરૂરી છે એમ સૂચવતાં ડૉ. સીતેશ રૉય કહે છે, ‘આ એક અત્યંત સંવેદનશીલ બાબત છે. કબૂતરોને ચણ નાખવાનું કાર્ય કરતા લોકોને ભાગ્યે જ અંદાજ હોય છે કે તેમને કારણે શહેરમાં કબૂતરોની સંખ્યા વધી રહી છે અને એને કારણે બીજા ઘણા લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. આ ફક્ત ભારતની સમસ્યા નથી. લંડન, લૉસ ઍન્જલસ, સ્પેન જેવી જગ્યાઓએ પણ આ પ્રૉબ્લેમ સામે કડક કાયદાઓ લેવા પડ્યા છે. 

  આથી દરેક વ્યક્તિઓ જે ફ્લેટમાં રહે છે, જ્યાં કબૂતરોની સંખ્યા વધુ છે, ત્યાં કબૂતર જાળી નાંખવાની અને કબૂતરનું ચરકની દુર્ગંધ ઘરમાં ના ફેલાય એનું ધ્યાન રાખશો. આ બહુ ગંભીર સમસ્યા છે.

- દિનેશ ગજ્જર 

(દિનેશ ચારોલા, કલ્પનાબેનના નાનાભાઈ) 

સુરેન્દ્રનગર.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું