શ્રી વિશ્વકર્મા સમાજ નું ગૌરવ
શ્રી વિશ્વકર્મા સમાજ માં અનેક તેજસ્વી તારલાઓ છુપાયેલા છે જરૂર છે આવા તારલાઓ ને પ્રકાશિત કરવાની અને પ્રોત્સાહીત કરી પ્રગતિ ના પંથે ઉત્સાહીત કરવાની.
પોરબંદર જિલ્લાના બખરલા ગામ ના હાલમાં પોરબંદર માં રહેતા શ્રી વિશ્વકર્મા સમાજ ના શ્રી રાજેશભાઈ ચુનીલાલ ચંદવાણીયા ની સુપુત્રી કાજલબેન રાજેશભાઈ ચંદવાણીયા જુનાગઢ ની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાયેલ એમ.એસ.સી.(M.Sc.) નર્સિંગ નું દ્વિતીય વર્ષ ની પરીક્ષા નું ૧૦૦ ટકા પરિણામ જાહેર થયેલ છે, જેમાં છાંયા ની ( પોરબંદર) શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ની વિધાર્થીની કાજલબેન રાજેશભાઈ ચંદવાણીયા એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શ્રી વિશ્વકર્મા સમાજ નું ગૌરવ વધાર્યું છે. કાજલબેન ના લગ્ન મુંબઈ ખાતે રહેતા દિલિપભાઈ બાલુભાઈ માંડવીયા (સણોસરા વાળા) ના સુપુત્ર પાર્થ દિલિપભાઈ માંડવીયા સાથે થયાં છે , કાજલબેન ના સાસરી પક્ષના પરિવારે પ્રોત્સાહન સહ સહકાર આપી સમાજ માટે અનેરૂં ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કાજલબહેન ઉતરોતર પ્રગતિ ના પંથે સિધ્ધિ પ્રાપ્ત કરે એવા શુભાશિષ સહ ધન્યવાદ.
તમામ માહિતી અમારા સહયોગી
શ્રી શાંતિભાઈ એલ.નાન્દોરીયા
(નિવૃત્ત પોસ્ટ માસ્તર વેરાવળ સોમનાથ)
પુર્વ સંયોજક તથા પ્રવક્તા
શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર ગ્યાતી મંડળ વેરાવળ સોમનાથ
