શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિતે મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ..!!
શ્રી વિશ્વકર્મા સમાજનું શ્રી વિશ્વકર્મા ગ્રુપ મોરબી દ્વારા શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ પ્રસંગે મોરબીની શનાળા પટેલ સમાજ વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 80 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ બ્લડ કેમ્પના આયોજક મોરબી ના શ્રી વિશ્વકર્મા ગ્રુપ, નરેશભાઈ, ગીરીશભાઈ, રાજેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, સુનિલભાઈ દ્વારા સર્વે રકતદાતાઓનો સંસ્કાર બ્લડ બેંકના સ્થાપક પૂજ્ય સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ પટેલે આભાર માન્યો હતો.
માહિતી : S.B. Gajjar (Morbi)

