સમસ્ત દુનિયામાં ૮ માર્ચ એ "Women's Day" તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત વલ્લભ વિદ્યાનગરના મહિલા મંડળ "Women's Day" ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમની શરૂઆત ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના આરતી પૂજન થી કરવામાં આવી ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું કલગી અને ખેસથી સ્વાગત કરવામાં આવ્યું
આ ઇવેન્ટમાં ગેસ્ટ તરીકે ભાજપ મહિલા મોરચા પ્રદેશ પ્રમુખ, આણંદના શ્રીમતી નીપાબેન પટેલ દ્વારા પોતાની આગવી છટાથી મહિલાઓને મોટીવેશન સ્પીચ આપી અને એકઝૂઠ થઈ સમાજ માટે સમાજલક્ષી કાર્યો કરવાની હાંકલ કરવામાં આવી.
બેસ્ટ ન્યુટ્રીશન તરીકે પધારેલા શ્રીમતી વિનિતાબેન ચૌહાણ દ્વારા મેનોપોઝ વિશે મહિલાઓને માહિતી આપવામાં આવી મહિલાઓએ અને બાળકોએ રમતગમત ની મજા માણી અને નાસ્તાના દાતા શ્રીમતી રૂપલબેન ચૌહાણે સૌ ને લાઈવ પફ નો નાસ્તો કરાવ્યો. સૌ હર્ષભેર છૂટા પડ્યા સમસ્ત કાર્યકમ ને સફળ બનાવવા મહિલાઓએ સાથે મળીને ભારે જેહમત ઉઠાવી
માહિતી : મહિલા મંડળ પ્રમુખ ,શ્રીમતી હીના વાઘેલા
આલેખન : અશોક પીઠવા



