ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખની રાષ્ટ્રીય સ્તરે નિમણૂંક

 ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખની રાષ્ટ્રીય સ્તરે નિમણૂંક

   તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય વિશ્વકર્મા વંશજ સર્વોત્થાન સંગઠનનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખનો રાષ્ટ્રીય કાર્યકારીણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

   આ સંમેલનમાં હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહીતના રાજ્યમાંથી સમાજના અગ્રણિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં, જેમાં ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખ ઠાકોર મિસ્ત્રી સહિત ૧૩ ની રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતીમાં વરણી કરવામાં આવી હતી. છેલ્લા ૨૯ વર્ષથી ઠાકોર મિસ્ત્રી જ્ઞાતિને સંગઠીત કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. સુથાર જ્ઞાતિની આ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાનો હેતુ જ્ઞાતિજનોના જુદા જુદા વર્ગોનો ભેદ સમાપ્ત કરી વિશ્વકર્મા બંધુઓને એકમંચ પર લાવવા અને જાગૃતી કેળવી સામાજીક, શૈક્ષણિક, આર્થિક તથા સામાજીક ક્ષેત્રમાં વિકાસ કરવાનો છે.

    સફળતાપૂર્વકની રજુઆતોને લઈને કેન્દ્રીય ઓ.બી.સી. માં સુથાર જ્ઞાતિજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

   રાજ્યસ્તરે પણ સરકારશ્રીની યોજનાઓ તથા બક્ષીપંચના લાભો જ્ઞાતિજનોને અપાવવામાં તેઓ અગ્રેસર રહ્યા છે.

માહિતી : સંજયભાઈ ગજ્જર (વડોદરા)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું