અમરેલી ગુર્જર સુથાર જ્ઞાતી દ્વારા, વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરવામાં આવી

 અમરેલી ગુર્જર સુથાર જ્ઞાતી દ્વારા, વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરવામાં આવી


અમરેલી

 તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ને ગુરૂવાર ના રોજ, જ્યારે દેશમાં વિશ્વકર્મા જયંતી ઉજવાતી હોય ત્યારે અમરેલી ગુર્જર સુથાર જ્ઞાતી દ્વારા, વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.

 તેમાં સવારે દાદા ની પૂજન વિધિતથા મહા આરતી, મુખ્ય ત્રણ યજમાન કિશોરભાઈ સંચાણિયા હરેશભાઈ બકરાણીયા જયંતીભાઈ વડગામા ના હસ્તે પૂજન વિધિ અને મહા આરતી કરવામાં આવેલ હતી તેમજ જ્ઞાતિજનોની મિટિંગનું, આયોજન કરવામાં આવેલ હતું.  

 શ્રી વિશ્વકર્મા જયંતી ધામ ધુમ થી ઉજવવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજ્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ અરૂણભાઇ આદ્રેજા ઉપપ્રમુખ વિશાલભાઈ ખંભાયતા મંત્રી શ્રી દિલીપભાઈવડગામા ખજાનચી રૂતિલભાઇ અડીએચા સહમંત્રી શ્રી જીગ્નેશ ભાઈ આદ્રેજા ટ્રસ્ટી હિતેશભાઈ આદ્રેજા ભાવેશભાઈ ભેસાણીયા નિમેષભાઈ અદ્રેજા શૈલેષભાઈ બકરાણીયા આ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી અને અમરેલી શહેર તથા આજુ બાજુ વિસ્તાર માં રહેતા, જ્ઞાતિજનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો અને બહોળી સંખ્યા માં જ્ઞાતિજનો એ હાજરી આપિ હતી અને સૌ જ્ઞાતિજનો પ્રસાદ લઈ અને વિખુટા પડ્યા હતા

જય વિશ્વકર્મા. અમરેલી ગુજ્જર સુથાર સમાજની વાડી માટે દાન સ્વીકાર્ય છે

માહિતી : શ્રી અરુણભાઈ અદ્રેજા (અમરેલી)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું