તાજેતરમાં તા ૨૬ જાન્યુ.૨૦૨૪ પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સમસ્ત ગુજરાત રાજ્યમાંથી બેસ્ટ યોગ શિક્ષક અને યોગ ટ્રેઇનર નો એવોર્ડ ભાવનગરની લુહાર સમાજની દિકરી ડૉ હિરલ ભરતભાઈ રાઠોડ ( ઉંમર વર્ષ ૨૭ ) ને એનાયત કરવામાં આવ્યો.આ એવોર્ડ સમારંભમાં દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડ દરમ્યાન માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારના આયુષ્ મંત્રાલય દ્વારા ભારતમાંથી ૨૧ વ્યક્તિની પસંદગી કરવામાં આવી હતી
અને તે તમામને આ સમારંભમાં વિશેષ સગવડતા ( એર ટિકિટ સહિત )પૂરી પાડવામાં આવી અને તમામ ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જેમાં ભાવનગરની ઘોઘારી રાઠોડ પરિવાર ની લુહાર દિકરી ડૉ.હિરલ ની પસંદગી થતા લુહાર સમાજ અને રાઠોડ પરિવારનું ગૌરવ વધારેલ છે
સામાન્ય સ્થિતિ ધરાવતા રાઠોડ પરિવારમાંથી ઉદિત થયેલા આ ચેહરાની વાત કરીએ તો ડૉ.હિરલ બાળપણથી જ ભણવામાં હોંશિયાર અને આગવી સૂઝબૂઝ ધરાવતી આ દીકરીએ જામનગરની આયુર્વેદ કોલેજમાંથી આયુર્વેદ ફાર્મસીની ડિગ્રી મેળવેલ છે તેઓના આ અભ્યાસક્રમ દરમ્યાન પણ ૨૦૧૪ ની સાલમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પંચકર્મ ડિપ્લોમા ની પદવી પણ આ જ કોલેજમાંથી પ્રાપ્ત કરેલ છે. ચેન્નઈ યુનિવર્સિટી દ્વારા નેચરોપથી અને યોગિક સાયન્સ માં ડૉકટરની પદવી એનાયત કરવામાં આવી. ડૉ હિરલ દ્વારા વિદ્યાર્થીમિત્રો અને ગ્રામ્યવિસ્તારના લોકોમાં જાગ્રુતિ લાવવાના હેતુસર આરોગ્ય આપણા હાથમાં જેવા લેખ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે અને ભાવનગરથી પ્રકાશિત થતાં લુહાર સમાજમાં અત્યંત પ્રિય એવા માસિક મેગેઝિન વિશ્વકર્મા ટુ ડે માં પણ આયુર્વેદ ડૉ હિરલ રાઠોડની કલમે શીર્ષક હેઠળ અનેક આર્ટિકલ પ્રકાશિત થયેલા છે.પિતા ભરતભાઈએ પોતાની અથાગ મેહનત અને લગનથી દીકરીઓ અને દીકરાને ઉચ્ચ અભ્યાસ પૂરું પાડ્યું તેઓની મોટી દિકરી જલ્પા પણ ફેશન ડિઝાઈનર છે.દિકરા ડૉ. વિરેન્દ્રએ પણ નેચરોપથી અને યોગિક સાયન્સમાં ડૉકટરની પદવી પ્રાપ્ત કરેલ છે અને તેમના ધર્મપત્નિ ડૉ.મિતલે પણ હોમિયોપથીમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી સ્વામી વિવેકાનંદ કોલેજમાં પ્રોફેસરની પદવી ધરાવે છે ડૉ. હિરલને અભિનંદન આપવા આપ પિતા શ્રી ભરતભાઈ ગિરધરભાઈ રાઠોડને મોબાઈલ નંબર : ૯૬૦૧૯૫૮૩૮૩ પર સંપર્ક કરી શકો છો
ડૉ. હિરલ બી.રાઠોડ ને ખૂબ ખૂબ અભિનંદન
માહિતી : અશોક પીઠવા , વલ્લભ વિદ્યાનગર મો.નંબર : ૯૮૨૫૦૨૨૧૫૫




