આ જટિલ સમસ્યાના નિરાકરણ માટે તાજેતરમાં તા:૨૪ ડિસેમ્બર ૨૦૨૩ રવિવાર ના રોજ અમદાવાદ મુકામે પંડિત દિનદયાળ હૉલ માં સમસ્ત ગુજરાતના સૌરાષ્ટ્ર લુહાર સુથાર ના દિકરા -દિકરી માટે અમદાવાદ સ્થિત શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન ૨૦૨૪ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક યોજાઈ ગયુ.આ સંમેલનમાં ગુજરાતના વિવિધ ગામ શહેરના કુલ ૨૮૮ યુવક અને કુલ ૭૧ યુવતીઓએ પોતાના માતા પિતા સાથે પધારીને કાર્યક્રમને સફળ બનાવ્યો.સમાજના દિકરા -દિકરી માટે સતત ચિંતિત એવા સેવા મંડળ દ્વારા આ સરાહનીય કાર્ય ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે
આ જીવનસાથી સંમેલન માટે મંડળના ટ્રસ્ટીગણ અને કરોબારિ કમિટી સતત સાત - આઠ મહિના પેહલાથી જ પૂર્વતૈયારી શરૂ કરી દે છે.મંડળની આ પ્રવુતિને સમાજના પ્રતિષ્ઠિત દાતાશ્રીઓ તરફથી દાન થકી વાચા મળે છે જેમાં મુખ્યત્વે ભોજન સમારંભ, જીવનસાથી પસંદગી પુસ્તિકા ,હૉલ શુશોભન વિભાગમાં દાતાશ્રીઓ દાન આપી ધન્યતાનો અનુભવ કરે છે.આ સિવાય પણ અન્ય નાના મોટા ખર્ચને પોહંચી વળવા માટે સમાજના ઉદ્યોગપતિઓ , વેપારીમિત્રો પોતાના ધંધાની જાહેરાત પુસ્તિકામાં પ્રિન્ટ કરાવીને પરોક્ષ રીતે મંડળને ટેકો કરે છે
મંડળની આ સરાહનીય પ્રવુતિ માટે સમાજના કેટલાક દાતાશ્રીઓએ તો આજીવન પોતાના નામ નોંધાવી દીધા છે
તાજેતરમાં યોજાયેલા જીવનસાથી પસંદગી સંમેલન ૨૦૨૪ ની શરૂઆત રાષ્ટ્રગીતના ગાન થી કરવામાં આવી , મંડળના ટ્રસ્ટીગણ અને આમંત્રિત મેહમાનોના હસ્તે ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુ ના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ યુવકના પરિચયનો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો જે પુર્ણ થયા બાદ ટ્રસ્ટીગણ , દાતાશ્રીઓ અને આમંત્રિત મેહમાનોને સન્માનિત કરવામાં આવ્યા મંડળના ટ્રસ્ટીશ્રી કાંતિભાઈ પ્રાગજીભાઇ પીઠવા અને ગુજરાતભર ના મહિલા મંડળ નો પાયો નાખનાર ધનગૌરીબેન દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા સમાજના ભામાશા શ્રી પરષોત્તમદાસ બચુભાઈ પિત્રોડાનું સમાજના મિડિયા કર્મીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ યુવતીઓનો પરિચય રાઉન્ડ શરૂ થયો મંડળના ટ્રસ્ટીગણ દ્વારા કારોબારી સભ્યો અને મહિલા મંડળ કે જેઓ નિ:સ્વાર્થભાવે સેવા કરે છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા અને આભાર વિધિ બાદ સૌ કૉઈ ભોજનપ્રસાદી લઈ ને હર્ષભેર છૂટા પડ્યા

ખાસ અગત્યનું જમા પાસુ એ છે કે સેવા સમાજ સંમેલનનો ખર્ચ બાદ કરતા જે કૉઈ રકમ બચે છે તેને સમસ્ત ગુજરાત ના આપણા જ્ઞાતિજનો માટે માનવતાના કાર્યમાં વાપરે છે જેમાં મુખ્યત્વે શૈક્ષણિક સહાય , વિધવા સહાય , ,મેડિકલ સહાય અને આર્થિક જરૂરિયાતમંદ પરિવારને સહાય કરવી



કેહવાય છે કે લીડર ( કેપ્ટન ) વગરની ટીમ નો કૉઈ જ અર્થ નઈ ! શ્રી પંકજભાઈ જશવંતલાલ મિસ્ત્રીની લીડરશિપ થકી અલગ અલગ ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા કમિટીના સભ્યો દ્વારા આ આયોજનને સફળતા મળે છે સમસ્ત સંમેલનનું સંચાલન શ્રી પ્રવિણભાઈ નાનજીભાઈ મકવાણા , શ્રી પિયુષભાઈ લુહાર , શ્રીમતી સોનલબેન જી.પંચાલ પોતાની આગવી છટા દ્વારા કર્યું.ઉમેદવારો ને ઓનલાઈનમાં કૉઈપણ પ્રકારની તકલીફ ના પડે તેમ વેબસાઈટનું કામ શ્રી વૈભવભાઈ મિસ્ત્રીએ સુંદર રીતે કર્યું છે. આઈ ટી લેવલનું કામ વિરલભાઈ નારણભાઇ સંઘાડિયા ખૂબ જ નિપુણતાથી કરે છે આમંત્રિત મેહમાનોની આગતા સ્વાગતા માટે શ્રી અશોકભાઈ ત્રિભોવનદાસ પંચાલ , શ્રી નિમિષભાઈ ચીમનભાઈ ખરાદી , શ્રી રસિકલાલ રાઘવજીભાઈ પિત્રોડા , શ્રી રતિલાલ હરજીવનદાસ પરમાર , શ્રી સુભાષભાઈ લાલજીભાઈ મકવાણા ખુબજ બેખુબીથી સંભાળી લે છે આ સિવાય અનેક અલગ અલગ વિભાગો જેવા કે રજીસ્ટ્રેશન ,બુક વિતરણ , એન્ટ્રી સિક્યુરિટી , ડેકોરેશન , હૉલ ની બેઠક વ્યવસ્થા , રસોડા વિભાગ વગેરે ...કામ ની સોંપણી કરેલ કાર્યકરો ખૂબ જ સરસ રીતે પોતાની ફરજ નિભાવીને સંમેલનને સફળ બનાવ્યું ટૂંકમાં એક વાત ચોક્કસ કહીશ કે ઝાઝા હાથ રળિયામણા ને સમસ્ત ટીમે પોતાનું ટીમવર્ક કરીને સાર્થક કરી બતાવ્યું.દરેક કાર્યમાં ટ્રસ્ટીગણનું માર્ગદર્શન મેળવીને સંમેલનના કામ ને ચાર ચાંદ લાગે તેમ દીપી ઉઠ્યું છે.સાથોસાથ સૌ ને સાથે રાખીને કામ કરવાની કુનેહ પ્રશંસનીય છે.

આવનાર સમુહલગ્નની તૈયારીમાં આ ટીમ લાગી ગઈ છે અને તેને પણ સફળતા અપાવીને જ રેહશે એવું હું ખાતરી પૂર્વક કહી શકુ છું
ફરી એકવાર શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ ના ટ્રસ્ટીગણ , કારોબારી સમિતિ , ,મહિલા મંડળ , યુવક -યુવતી ઉમેદવાર અને તેમના માતા પિતા , સમસ્ત સમાજના જ્ઞાતિજનો કે જાણે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આ જીવનસાથી સંમેલન ને સફળ બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે તે સૌ ને હું સમસ્ત સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિજનના પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું કે સમસ્ત ટીમ આવા સમાજ ઉપયોગી કાર્યો કરતું રહે અને સમાજના વિકાસની યશગાથા પાથરતું રહે
માહિતી આપનાર :
ટ્રસ્ટી શ્રી અશોક રામજીભાઈ પીઠવા
શ્રી લુહાર સુથાર સાંસ્ક્રુતિક મંડળ
વલ્લભ વિદ્યાનગર
મો નંબર : ૯૮૨૫૦૨૨૧૫૫