ગૌશાળા જેમાં સમાજના ભાઈઓ આપે છે નિસ્વાર્થ પણે સેવા..!!


શ્રી વૃંદાવન સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા જેમાં સમાજના ભાઈઓ આપે છે નિસ્વાર્થ પણે સેવા.

શ્રી વૃંદાવન સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ની સ્થાપના વર્ષ ૨૦૦૨ માં કરવામાં આવી હતી. જેમનો હેતુ અબોલા મૂંગા પશુઓ ની સેવા કરવામાં માટે નો હતો. એક મહિલા દ્વારા આ સંસ્થા ની સ્થાપના કરવામાં આવી હતી. રાજકોટ ના ઇલાબેન વ્યાસ આ સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી છે. આ સંસ્થા ની સ્થાપના ના એક વર્ષ બાદ એટલે કે ૨૦૦૩ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ ના મંત્રીશ્રી પ્રદીપભાઈ કરગથરા જોડાયા હતા. પ્રદીપ ભાઈ જનાવે છે કે અત્યારે અમે શ્રી વિશ્વકર્મા સમાજ ના બે ભાઈઓ જેમાં એક શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા શ્રી જેરામભાઈ સિધ્ધપુરા સાથે શ્રી રાજુભાઇ શાહ એમ ત્રણ વ્યક્તિઓ ઇલાબેન ને સાથ આપી આ સંસ્થાનું સંચાલન અને વહીવટ તથા કાર્યો કરે છે. 

ખાસ વાત આ ગૌશાળા ની એ છે કે અહી ગાયો ની ફકત ને ફકત સેવા કરવામાં આવે છે. અહી અંદાજીત ૧૪૦થી વધુ ગાયો આવેલી છે જેમાં કોઈ બીમારીથી પીડિત, લૂલી, લંગડી, વૃદ્ધ અથવા તો બીજી કોઈ તકલીફ વાળી ગાયો ની સેવા કરવામાં આવે છે જેમાં અહી સેવા લઈ રહેલ ગાયો નું દૂધ ક્યારે લેવામાં આવતું નથી અને અહી દૂધ કે દૂધ માંથી બનતી કોઈ પ્રોડેક્ટ વેચવામાં આવતી નથી. તમામ ગાયો નું દૂધ અહી નાના વાછરડાઓ ને પીવડાવી દેવામાં આવે છે. તમામ અહી ની ગાયો ની સારવાર ઇલાબેન તથા તેમના પતિ જાતે કરે છે. મકર સંક્રાતિ દિવસે રાજકોટ ના ગુરુપ્રસાદ ચોક ખાતે નાનો એવો સ્ટોલ રાખી ને સમાજ ના બે ભાઈઓ જેમાં જાતે શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા શ્રી અતુલ ભાઈ બકરાણીયા ફંડ એકત્રિત કરવાની સેવા કરતા હતા. રાજકોટ ના પુનિત ના ટાંકા પાસે આવેલ આ ગૌ શાળા દાતાઓ સહકાર થી પાકું બાધકામ તથા ગાયો માથે છાપરા પણ નાખવામાં આવ્યા છે. પ્રદીપભાઈ ના જણાવ્યા મુજબ હાલ સુધી કોઈ પણ વ્યક્તિઓ ને ફોન કરી ને કે અન્ય દબાણ થી ફંડ એકત્રિત કરવામાં નથી આવતો. દાતાઓ જાતે જ પોતાની યથા શક્તિ અહી દાન આપી જાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું