"અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ-ગુજરાત" ની સંગઠન લક્ષીય "રાઉંન્ડ ટેબલ" સભા યોજાઈ

 "અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ-ગુજરાત"

         તારીખ:૧૨.૦૧.૨૪, ને શુક્રવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ગોતા-અમદાવાદ ખાતે શ્રી

"અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ-ગુજરાત" ની સંગઠન લક્ષીય "રાઉંન્ડ ટેબલ" સભા ભોજન સાથે યોજાઈ. જેમાં સમગ્ર ગુજરાત ની સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ, પ્રમુખ શ્રીઓ, કમિટી સદસ્યો, સમાજ અગ્રણીઓ, દાતા શ્રીઓ ખુબજ મોટી સંખ્યા માં હાજરી આપી. સમાજ ને મજબૂત બનાવવા અને નવા શિખરો સર કરવા તન, મન અને ધન થી જોડવાની ખાતરી આપી. 

         સભાની શરૂઆત વિશ્વકર્મા દાદા ની મંત્રો અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદ પ્રમુખ સ્થાને થી કાર્યક્મ ની રૂપરેખા અનુસાર મુદ્દાઓ ની ચર્ચાઓ કરવામાં આવી. બંધારણ વંચાણે લઈ વિગતવાર ચર્ચાઓ કરી સર્વાનુ મતે પાસ કરવામાં આવ્યો. ત્યારબાદ આ સંસ્થા માં જોડાવા સપથપત્ર ભરી. કાર્યકર કમિટી ને સોંપવામાં આવી. આવેલ દરેક સંસ્થા ના પ્રમુખ શ્રીઓ ને "અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ-ગુજરાત" દ્વારા અમદાવાદ ની ઓળખ એવા "ATAL BRIDE” નું મુવમેન્ન્ટો આપી આ ક્ષણ ને યાદગાર યાદગાર બનાવી. નવ નિયુક્ત કમિટી સદસ્યો ને "રામંદિર અયોધ્યા" ની છબી આપી સન્માનિત કરવામાં આવ્યા. 


(ટુકજ સમય માં કમિટી ના હોદેદારો ની યાદી જાહેર કરવામાં આવશે જેની સોવ નોંધ લેશો) 


         પ્રમુખ સ્થાને થી ખુબજ ટૂંકી નોટિસ પર પધારવા અને સભામાં આપના મંતવ્યો ને રજુ કરી મને સહકાર આપવા બદલ આપ સોવ નો ખુબ ખુબ આભારી છુ. 


આપનો પ્રમુખ શ્રી. 

ડો. પરેશભાઈ એમ. છનિયારા. (અમદાવાદ) 

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું