રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 13 ના બક્ષીપંચના પ્રભારી તરીકે સંદીપભાઈ અંબાસણાની વરણી કરવામાં આવી.
વિશ્વકર્મા સમાજ અને ગુર્જર સુથાર જ્ઞાતિના સેવાભાવી સનીષ્ટ કાર્યકર એવા શ્રી સંદીપભાઈ અંબાસણા રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 13 ના બક્ષીપંચ મોરચાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.
સંદીપે જણાવ્યું કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલિયા માધવભાઈ દવે વિરેન્દ્રસિંહ ઝાલા નો આભાર માનું છું રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી લલીતભાઈ વાડોલીયા મહામંત્રી શ્રી બાબુભાઈ માટીયા જેપી ધામેચા નો આભાર માનું છું. વિશેષ મારા વેલવિશર્સ, રાજકીય ગુરુ અને રાજકીય મિત્રોનો આભાર માનું છું.
સંદીપભાઈ અંબાસણા ઘણા સમયથી ભાજપ સાથે સંકળાયેલ છે ભાજપ દ્વારા સોપવામાં આવેલ તમામ જવાબદારીઓ નો જિમ્મેદારી પૂર્વક વહન કરેલ છે અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.
આ તકે તેઓને સમાજ તથા મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.

