સ્ટેટ લેવલ વેલફેર બોર્ડ અંતર્ગત વિશ્વકર્મા નિગમની સ્થાપના તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગણી સાથે પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી.
ગુજરાત સરકાર દ્વારા વિશ્વકર્મા નિગમ બનાવવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી પરંતુ ધણો સમય વિતી ગયા છતાં એ દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તો શક્ય તેટલું તાત્કાલિક સ્ટેટ લેવલ વેલફેર બોર્ડ અંતર્ગત વિશ્વકર્મા નિગમની સ્થાપના કરવામાં આવે જેથી વિશ્વકર્મા સમાજના દરેક વ્યક્તિને લાભ મળી શકે અને વિશ્વકર્મા સમાજનો સર્વાંગી વિકાસ થાય તેવી માંગણી સાથે પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઈ પંચાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરી હતી.
.jpeg)
