કચ્છ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા 17 સપ્ટેમ્બરના મહા આરતી..!!!
ગુર્જર સુતાર જ્ઞાતિ કચ્છ દ્વારા એક યાદી માં જણાવવામાં આવ્યું છે કે તારીખ 17,09,2023 ને રવિવાર ના રોજ શ્રી વિશ્વકર્મા ભગવાનનો પૂજા દિવસ હોય છે અને શ્રી વિશ્વકર્મા વંશજ આ દિવસે હથિયાર તથા શ્રી વિશ્વકર્મા પ્રભુની આરતી પૂજા કરતા હોય છે.
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી વિશ્વકર્મા પ્રભુ ના પૂજા દિવસ નિમિતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ આદિપુર કચ્છ દ્વારા આદિપુર માં આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી ના મંદિર ખાતે સાંજે 7.30 કલાકે મહા આરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સર્વે વિશ્વકર્મા વંશજો એ આરતી નો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

