રાજકોટ ખાતે તારીખ 17,9,2023 ને રવિવાર ના રોજ ભવ્ય સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે. જેની તૈયારીઓ પુરજોશમાં અત્યારે ચાલી રહી છે.
આ સનમાન સમારંભ કાર્યક્રમ ને એનું લક્ષી ને તારીખ 13,9,2023 ના રોજ શ્રી વિશ્વકર્મા કેળવણી મંદિર ખાતે એક મીટિંગ નું આયોજન રાખવામાં આવ્યું જેમાં ગુર્જર સુતાર જ્ઞાતિ ના અલગ અલગ સંસ્થા ના આગેવાનો, તથા ગુર્જર સુતાર જ્ઞાતિ ની અલગ પેટા અટક ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આવનાર તારીખ 17,9,2023 ને રવિવાર સાથે શ્રી વિશ્વકર્મા ભગવાન નો પુજન દિવસ પણ છે અને આપણા ભારત દેશ ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો જન્મ દિવસ પણ છે જેથી રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માં સમાજ ના આગેવાનો તથા રાજકોટ ના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
આ સનમાન કાર્યક્રમમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ની ગુજરાત લેવલે બનાવેલી નવી સંસ્થા શ્રી વિશ્વકર્મા સુથાર સંઘ ની કમિટી બને તેવી સંભાવનાઓ પણ છે.





