લુહાર સમાજની એક એવી સંસ્થા જે દીકરા દીકરી ના લગ્ન માટે ચલાવે બાયોડેટા ગ્રુપ.!!!


(SV NEWS) અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત અમૃત વેવિશાળ પરિવાર ગ્રુપ થી ચાલતા ટેલીગ્રામ ગ્રુપ માં અત્યારે ૧૭૦૦ જેટલા દીકરાઓ નાં બાયો ડેટા છે અને ૩૫૦ જેટલાં દિકરીઓ નાં બાયો ડેટા છે. સાથે ૪૦૦ જેટલા છુટા છેડા, વિધવા,વિધુર, કોઈના કોરોનો દરમિયાન મૃત્યું પામ્યા હોય તેઓના બાયો ડેટા છે. સ્નેહમિલન -૧ માં ૫૫૦ બાયો ડેટા આવેલ છે. અમારા ગ્રુપની અંદર ૧૯૬૫ થી લઈને ૨૦૦૪ સુધીના બાયો ડેટા આવેલ છે.


અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના તારીખ ૧૧/૦૨/૨૦૨૧ માં ફકત ૧૧૦ બાયો ડેટા થી વ્હોટસએપ ગ્રુપથી શરૂઆત થયેલ અને આજે મોટું નેટવર્ક બની ગયું છે.અત્યાર સુધીમાં અંદાજિત ૩૨૦ દીકરા અને ૩૨૦ દિકરીઓ નાં સગપણ નક્કી થઈ ગયેલ છે.જ્યારે મારે દીકરા દીકરીના સગપણ કરવાના હતા ત્યારે કેવી તકલીફ પડેલ ત્યારથી જ નક્કી કર્યું આનો કઇક ઉકેલ લાવવા માટે કોઈ ગ્રુપ બનાવી સમાજને ઉપયોગી થઇ શકે. આપણા સમાજમાં સગપણ બાબત થી બહુજ સમસ્યા છે તેમાં નાની એવી સેવા આપી રહ્યા છીએ અને ઓન લાઈન સીવણ ક્લાસ. નોટબુક વિતરણ. બ્લડ ડોનશન કેમ્પ. સ્નેહમિલન કાર્યક્રમ યોજી એક બીજાને નજીક લાવવાનાં પણ પ્રયાસો કરી રહ્યાં છીએ જેથી કરીને સગપણની સમસ્યામાં થોડી સરલતા રહે.

(માહિતી અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું