શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળ ની મીટીંગ

    

 તારીખ 30 6 2023 ના રોજ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળ ની મીટીંગ રાખવામાં આવેલ હતી. શ્રી બટુકભાઈ ચૌહાણ ની ઓફિસ પર મહાકાળી બ્રિજ વાપી ખાતે આ મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં નવા ઉપપ્રમુખશ્રી ગજાનચીશ્રી તેમજ મંત્રીશ્રી નિમણૂક કરવામાં આવી હતી. સમાજ ના આ તમામ હોદા માટે પ્રમુખશ્રી તરફથી નામો મૂકવામાં આવેલ હતા જે તમામ નામો ને ટ્રસ્ટી મંડળ તરફથી મંજૂર કરવામાં આવેલ હતા.


ઉપ પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ કવા, ખજાનચી શ્રી તરીકે અશ્વિનભાઈ પરમાર, અને મંત્રી શ્રી તરીકે જગદીશભાઈ પરમાર ની નિમણુક કરવામાં આવી હતી. સાથે તમામ કારોબારી ટીમ ના તમામ સભ્યો ની યાદી જાહેર કરવામાં આવી હતી. સાથે જણાવવામાં આવ્યું હતું કે આપેલા નામો પ્રમાણે આજથી અમલ રહેશે. હોદેદારો બે વર્ષ માટે આ ટીમ કાર્યરત રહેશે સંપૂર્ણ હોદ્દેદારો આ નવી ટીમ આવનારા સમયમાં પોતાના નવા વિચારો નવી કામ કરવાની પદ્ધતિ થી સરસ સમાજ માટે સેવા આપશે તેમ જ સમાજને અલગથી નવી ઊંચાઈ પર લઈ જશે તેવી આશા સાથે આશા વ્યક્ત કરી હતી.

    આ તમામ માહિતી અમારા સહયોગી શ્રી અને વાપી પ્રમુખશ્રી બિમલ ભાઈ ચૌહાણ દ્વારા આપવમાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું