વડોદરા ખાતે વિશ્વકર્મા લુહાર સમાજની અનેક પ્રકારની સેવા, સમર્થન, સહયોગ અને સમર્પિત એવી સંસ્થા જે સામાજિક કાર્યકરો સભર એવી ખૂબ ઉત્તમ સેવા આપનાર છે. બ્લેકસ્મિથ યુથ ક્લબ વડોદરા ના કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ સામાજિક અને ધાર્મિક મુલાકાત લીધી હતી. શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ ના સંસ્થાપક અને વિશ્વકર્મા ધર્મ પ્રચારક શ્રી મયુરભાઈ મિસ્ત્રી દ્વારા BSYC ટીમને મયુરભાઈ દ્વારા લિખિત અનેક પ્રકારના સાહિત્ય અને તેઓનું લખેલ મહત્વપૂર્ણ "મંત્રમુગ્ધ દ્વારકા" પુસ્તક અને વિશ્વકર્મા વંશાવલી BSYC વડોદરા ટીમને એનાયત કરવામાં આવ્યું હતું. વિશ્વકર્મા દાદા ના સાહિત્ય અને તેમનો ધર્મ પ્રચાર ખૂબ વધે તે માટે BSYC ટીમ ને અનેક અનેક શુભકામનાઓ.
મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)
વિશ્વકર્મા ધર્મ પ્રચારક
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ
