શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ આયોજિત ૪૭ મા " ખેલકુદ અને લલિતકલા ઉત્સવ " નું આયોજન કરેલ છે.
તા. 23/05/2023 મંગળવારે સાંજે ચેસ અને કેરમ ટુર્નામેન્ટ યોજાશે જેમ 25 વર્ષ સુધીને વિદ્યાર્થી ભાઈ-બહેનો ભાગ લઈ શકશે.
તા. 24/05/2023, બુધવારે મેદાનની રમતો યોજાશે. જેમાં ટ્રાઈ સિકલ રેસ, 50 અને 100 મીટર દોડ, પોટેટો રેસ, લીંબુ ચમચી રેસ, લોટ ફૂંક, ફુગ્ગા ફોડ, કોથળા રેસ, દોરડા કુંડ, મ્યુઝિકલ ચેર, વોટર ઇન બોટલ તેમજ પરિણિત બહેનો માટે મેમરી કવિઝ વગેરે જેવી 20 રમતો રમાડવા મા આવશે.
તા. 25/05/2023 , ગુરુવારે "સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ" યોજાશે. જેમાં શાસ્ત્રીય નૃત્ય, રાસ-ગરબા, સમૂહ નૃત્ય, મોનો એક્ટિંગ, નાટક, સંગીત વાદન, વેશભૂષા વગેરે રજુ થશે.
ઉપરોક્ત કાર્યક્રમોમા ભાગ લેવા માટે તા. 10.05.2023 થી 21.05.2023 દરમ્યાન સંસ્થાની ઓફિસ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ ખાતે ફોર્મ ભરી ને નામ નોંધાવી જવા.
સાંસ્કૃતિક કાર્યક્રમ મા ભાગ લેનારે તા.22.05.23, સોમવારે સાંજે 7 વાગ્યે ટેસ્ટ આપવા આવવાનું રહેશે.
વધુ વિગત માટે મંત્રી શ્રી નટુભાઈ ભારદીયા નો મો. 9824511091 પર સંપર્ક કરવો. ઓફીસ ફોન નં. 0281 2462292
આ ઉપરાંત.......
તા. 31/05/23, બુધવારે વિશ્વકર્મા કેળવણી મંડળ ના સહયોગથી ગજ્જર સખી વૃંદ આયોજિત
"સખી સર્જનોત્સવ-૨૦૨૩" નું આયોજન કરેલ છે. જેમાં બહેનોએ જાતે ડીઝાઇન કરેલા વસ્ત્રો નું વિવિધ કેટેગરી મા રેમ્પ પર રજુ થશે. તેમજ રાસ-ગરબા, ડાન્સ, શાસ્ત્રીય નૃત્ય વગેરે પણ રજુ થશે. આ કાર્યક્રમ મા ભાગ લેવા રશ્મિબેન ખંભાયતા મો. 9427165533 નો સંપર્ક કરવો.




