શ્રી વિશ્વકર્મા સમાજ ના અને રાજકોટ નાં વતની હિતેશ સિનરોજા ને હાલમાંજ રાજકોટ ખાતે એક કાર્યક્રમ માં “અરિહંત સેવારત્ન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હિતેશ સિનરોજા નો પરિચય આપીએ તો તે બહુમુખી પ્રતિભા ધરાવતા અદના નાટ્યકાર છે. તેમણે નાટક ઉપરાંત ટી.વી. સીરીયલ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ચલચિત્રોમાં પણ તેમની વિવિધકલાનું કૌશલ્ય રજૂ કરેલ છે. તદુપરાંત હેતુલક્ષી અને જાગૃતિલક્ષી શેરી નાટક અને સુત્રો દ્વારા સામાજીક જાગૃતિ ફેલાવવામાં પણ તેમણે નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. હિતેશ સિનરોજાની આ કલા-સાધનાને મેહુલ રવાણી અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા બિરદાવવામાં આવી હતી. અને “અરિહંત સેવારત્ન એવોર્ડ” થી નવાજવામાં આવી હતી.
Video