થરાદના યુવા લેખકે દિલ્હીમાં જગતાભાઈ પટેલ વિશે વાત કરી



નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વ પુસ્તક મેળાનું અને પીએમ યુવા મેન્ટરશિપ યોજનામાં પસંદ થયેલા ભારતની તમામ ભાષાઓના ૭૫ યુવા લેખકોનું સંમેલન ચાલી રહ્યું છે. ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરતા બે યુવા લેખકોમાં બનાસકાંઠાના થરાદના યુવા લેખક શ્રી પ્રકાશ સુથારની પસંદગી કરવામાં આવી છે.

 ગત વર્ષે પ્રકાશ સુથારની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન યુવા શ્રેણીમાં દેશના ૭૫ યુવા લેખકોમાં પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે પીએમ યુવા શ્રેણીનાં ૭૫ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન કાર્યક્રમમાં વિદેશ મંત્રી રાજકુમાર, નોબેલ પ્રાઇઝ -૨૦૨૨ વિજેતા ફ્રાંસનાં લેખિકા એની એનોક્સ અને ફ્રાંસના રાજદૂત એમેન્યુઅલ લેનૈન, યુવરાજ મલિક સહિત ભારત સરકાર અને ફ્રાંસ સરકારના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

તેમાં પ્રકાશ સુથારના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ કોર્નર પર સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રકાશ સુથારે સમાજ સુધારક અને કેળવણીકાર શ્રી જગતાભાઈ પટેલના જીવનચરિત્ર ઉપર વાત કરી હતી. સુથારે દિલ્હી થરાદના વિરલ વ્યક્તિત્વને ઉજાગર કરતાં સૌ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું