શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી દ્વારા આગામી સમૂહ લગ્ન નું કરવામાં આવશે આયોજન..!!
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી રાજકોટ દ્વારા તારીખ 03/02/2022 ને શુક્રવાર ને શ્રી વિશ્વકર્મા દાદા ની મહા સુદ તેરસ ના દિવસે શ્રી વિશ્વકર્મા જ્યંતી તથા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવશે.
જ્ઞાતી દ્વારા એક યાદી માં જણાવવામાં આવ્યું કે જે કોઈ આ સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છતા હોય તેમણે તારીખ 20/12/2022 સુધી શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે થી ફોર્મ મેળવી અને તારીખ 25/12/2022 સુધી પરત આપવનું છે.

વધુ માં જણાવવા માં આવ્યું કે સમૂહ લગ્નના આજીવન દાતાશ્રી તરીકેનો લાભ રૂ ।. ૨૫,૦૦૦ / - કે તેથી વધુ રકમનું અનુદાન નોંધાવી લઇ શકો છો . સમૂહ લગ્નોત્સવમાં રૂા . ૫,૦૦૦ / - કે તેથી વધારે રકમનું અનુદાન આપનાર દાતાશ્રીનું નામ આમંત્રણ પત્રિકામાં પ્રીન્ટ કરવામાં આવશે . સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર દરેક કન્યાઓને કરિયાવર પેટે રૂ . ૫,૦૦૦ / - કે તેથી વધુ રકમની વસ્તુ ભેટ આપનાર દાતાશ્રીનું નામ આમંત્રણ પત્રિકામાં પ્રીન્ટ કરવામાં આવશે . સમૂહ લગ્નમાં દરેક દિકરીઓને સંપૂર્ણ કરિયાવર આપી મહામૂલો લાભ લઇ શકો છો . એક દિકરીના સંપૂર્ણ કરિયાવરના ખર્ચનું અનુદાન આપી સૌભાગ્ય પ્રાપ્ત કરી શકો છો . શ્રી વિશ્વકર્મા જયંતિ નિમીતે મહા આરતી તથા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં તન - મન - ધનથી આપશ્રીનું યોગદાન આપી સેવાના સહભાગી બની શકો છો . નમ્ર વિનંતી : આપશ્રીનું અનુદાન તા . ૨૫-૧૨-૨૦૨૨ પહેલા નોંધાવી સેવાના સહભાગી બનશો , જેથી આમંત્રણ પત્રિકામાં આપશ્રીનું નામ છપાવી શકાય , સહકાર બદલ આભાર .
●●●●●●●●●●●
નોકરી વિશે જાહેરાત
પ્રોપર્ટી લે વેચ જાહેરાત
મેરેજ બ્યુરો જાહેરાત
યાત્રા પ્રવાસ ની જાહેરાત
વાહન લે વેચ જાહેરાત
વ્યવસાય ની જાહેરાત
તમામ પ્રકાર ની જાહેરાત માટે અમારો સંપર્ક કરો
વોટ્સએપ : 91046 33987
ઇમેઇલ : shreeintero@gmail.com
