દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરેલી ના સાવરકુંડલા માં શ્રી વિશ્વકર્મા તેરસ તથા સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ અમરેલી ના સાવરકુંડલા માં તારીખ 03/02/2022 ને શુક્રવાર ના દિવસે 34 માં સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી ના દીકરા તથા દીકરી ના નામ નોધણી ની પ્રક્રિય શરૂ કરી દેવામાં આવી છે. આ નામ નોધણી માટે સાવરકુંડલા માં અમરેલી રોડ પર આવેલ કાનજી બાપુ ની જગ્યા પાસે સવારે 9:00 થી 12:00 તથા બપોર બાદ 4:00 થી 6:00 વાગ્યા સુધી રૂબરૂ મુલાકાત કરીને નોંધાવી શકાશે. આ તમામ માહિતી સાવરકુંડલા ના પ્રમુખશ્રી કનુભાઈ આહલપરા દ્વારા આપવામાં આવી હતી.

