રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતી દ્વારા થતી નવરાત્રી મહોત્સવ ની સંપૂર્ણ માહિતી..!!

 રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતી દ્વારા થતી નવરાત્રી મહોત્સવ ની સંપૂર્ણ માહિતી..!!

  ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા દર વર્ષ ની જેમ આ વખતે પણ નવરાત્રી મહોત્સવ રાખવા માં આવ્યો હતો. આ વખતે નો નવરાત્રી મહોત્સવ રાજકોટ ના ગોંડલ રોડ પર આવેલ માલવીયા કોલેજ ના સામે ના વિશાળ ગ્રાઉન્ડ રાખવામાં આવ્યો હતો. ઉદેશ્ય હતો સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ નવરાત્રી મહોત્સવ નો લાભ લઇ શકે.

==========

    ◆ નવરાત્રી નું સુરક્ષા સુરક્ષા કવચ



  આ નવરાત્રી મહોત્સવ ચારે બાજુ થી પેક કરવામાં આવ્યું હતું અને ફક્ત ને ફક્ત સમાજ ના વ્યક્તિઓને આવવા માટે એન્ટ્રી પાસ રાખવામાં આવેલ હતો જેમાં સમાજ ના લોકોને પાસ સાથે એન્ટ્રી કરવામાં આવતી હતી. જેમાં ગેટ પાસે સિક્યુરિટી તથા ગેટ ઉપર પાસ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

==========

સુંદર પાર્કિંગ વ્યવસ્થા

સમાજ ની નવરાત્રી માં વ્યક્તિ ઓ સાથે વાહનો પણ આવતા હોય છે. જેથી આ તમામ વાહનો ને વ્યવસ્થિત રાખવા માટે સમાજ ના યુવકો દ્વારા તમામ સ્વયંસેવક તરીકે સારી ભૂમિકા ભજવી હતી. અને આવનારા તમામ વાહનો ને વ્યવસ્થિત અને સારી રીતે પાર્કિંગ કરાવતા હતા.

==========

આવનાર સમાજના વ્યક્તિઓ ને અંદર બેસવા માટે ની વ્યવસ્થા

શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી રાજકોટ દ્વારા થતી નવરાત્રી માં જોવા માટે આવતા સમાજ ના લોકો માટે બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સમાજ માં આવેલા મહેમાનો માટે VVIP પાસ રાખવામાં અને સમાજ ના રેગ્યુલર જોવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમાજ ના લોકો વ્યવસ્થિત અને હરોળ બંધ બેસી શકે તેમ માટે ખુરશી ઓ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

==========

ખેલૈયા રમ્યા મન મુકીને ઝુમયા ગરબા ના તાલે..!!



વિડીયો જોવા ⬆⬆⬆

રાજકોટ ના નવરાત્રી મહોત્સવ માં ખેલૈયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં જે નવરાત્રી માં રમવા ઇચ્છતા ખેલૈયાઓ માટે નવરાત્રી પહેલાજ પાસ આપવનું શરૂ કરી દેવામાં આવ્યું હતું જેથી વ્યવસ્થા સારી રીતે જાળવી શકાય. સાથે જે ખેલૈયા ઓ પાસ અગાઉ ના લીધેલ હોય તેમને સ્થળ પર પણ પાસ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ નવ દિવસ ની નવરાત્રી માં રમતા ખેલૈયાઓ માં અલગ અલગ રીતે પાસ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં કોઈ એક જ દિવસ માટે તથા નવ દિવસ માટે ના પાસ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નવ દિવસ સારું અને વ્યવસ્થિત રમતા ખેલી માટે સમાજ દ્વારા ઇનામો ની વણઝાર રાખવામાં આવી હતી.

==========

શ્રી વિશ્વકર્મા સમાજ ના ગાયકો ના શુરે રમ્યા ખેલૈયાઓ..


  શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી રાજકોટ દ્વારા આયોજિત અર્વાચીન નવરાત્રી મહોત્સવ માં આધુનિક મ્યુઝિક સિસ્ટમ સાથે સમાજના જ ગાયકો દ્વારા પોતાનું કુશળ કૌશલ્ય બતાવ્યું હતું. સમાજના જ નામી અનામી ગાયક કલાકારો દ્વારા માતાજી ના ગરબા ની સાથે ફિલ્મી ગીતો ની રમઝટ બોલાવવા માં આવી હતી. અને નવરાત્રી માં ખેલૈયા ઓ મન મુકીને ઝુમયા હતા.

==========

શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી રાજકોટ દ્વારા થતા સારા કાર્યો..

શ્રી રસિકભાઈ બદ્રકીયા

પ્રમુખશ્રી  ગુર્જર સુથાર જ્ઞાતી - રાજકોટ

શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી રાજકોટ દ્વારા સમાજ ને ઉપયોગી મોટા ભાગના તમામ કાર્યો કરવામાં આવતા હોય છે. સમાજ ના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકીયા તથા તેમની ટિમ દ્વારા સમાજ નું કોઈપણ સારું કાર્ય હોય તે હમેશાં અગ્રેસર રહે છે. 

   નવરાત્રી મહોત્સવ ની સાથે સાથે કોરોના ના સમય માં કોરોના ના દર્દીઓ માટે નિઃશુલ્ક કેમ્પ તથા સમાજ ને ચોખ્ખું અને શુધ્ધ મળે તે માટે અડદિયા, સમૂહ લગ્ન મહોત્સવ, બ્લડ ડોનેશન કેમ્પ, ગાયન સ્પર્ધા ઓ તથા હાલમાં શ્રી વિશ્વકર્મા દાદા ની મૂર્તિ સુવર્ણ બનાવવા ની તૈયારી ઓ ચાલી રહી છે. આવા તો અનેક કાર્યો શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી રાજકોટ તથા તેમના પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકીયા ની ટિમ દ્વારા કરવામાં આવતા હોય છે.


માહિતી : SV NEWS (ચીફ એડિટર ઉમેશ ગજ્જર)


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું