શ્રી ભાવનગર સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતી આયોજીત આગામી તા . ૩-૨-૨૦૨૩ શુક્રવાર મહા સુદ -૧૩ ના શુભ પાવન દિવસ ના શ્રી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી તથા સમુહ લગ્ન અને મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે . ભાવનગર ગુર્જર સુથાર જ્ઞાતી દ્વારા જણાવવામાં આવ્યું કે આ શુભ અવસરે જ્ઞાતીબંધુઓ ના પરીવાર ના લગ્ન ઈચ્છુક યુવક / યુવતી ઓના સમુહ લગ્ન માં જોડાવવા માંગતા હોય તેઓએ વહેલી તકે નામ તારીખ ૩૧-૧૨-૨૦૨૨ સુધી માં જણાવેલ નામ સરનામા ઉપર સંપર્ક કરી યુવક / યુવતી ની વિગતો નિયત અરજી ફોર્મ માં ભરી આપવાનું રહેશે .
વધુમાં જણાવવા માં આવ્યું કે આગામી આ શુભ પાવન પ્રસંગ માં આપણી ગુર્જર સુથાર જ્ઞાતીબંધુઓ ના પરીવાર ના યુવક / યુવતીઓ આ સમુહ લગ્ન માં વધુ માં વધુ જોડાય તેવી આશા સાથે આપ સૌના સહકાર ની અપેક્ષા સહ આભાર .
આ શુભ લગ્ન અવસર માં આપણી ગુર્જર સુથાર જ્ઞાતી ની જે યુવતી ઓ સમુહ લગ્ન માં જોડાવાની છે તેને આપવા માટે ના કરીયાવર માં આપણી જ્ઞાતી તરફ થી કરીયાવર માં આપવા ઈચ્છતા જ્ઞાતીબંધુઓ એ જણાવેલ નામ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે .
માહિતી : પ્રવીણભાઈ બોરસાનિયા
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Ad


