શ્રી વિશ્વકર્મા સમાજ બાળકે મેડિકલ પ્રવેશ માટે મહત્વની ગણાતી એવી પ્રવેશ પરીક્ષા NEET(UG)-2022 પોતાની સફળતા હાસિલ કરી..!!

 " સિદ્ધિ તેમને જઈ વરે, જે પરસેવે ન્હાય " આ કહેવત સિદ્ધ કરી શ્રી વિશ્વકર્મા સમાજ ના બાળકે.


  શ્રી ગુર્જર સુથાર સમાજ આ બાળકે મેડિકલ પ્રવેશ માટે મહત્વની ગણાતી એવી પ્રવેશ પરીક્ષા NEET(UG)-2022 પોતાની સફળતા હાસિલ કરી છે.

   કચ્છ માં આવેલ ભુજ તાલુકાના માધાપર ના વતની અને વ્યવસાયે શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી કાંતિભાઈ ગજ્જર ના સુપુત્ર ધુવ કાંતિભાઈ ગજ્જરે 546 ગુણ સાથે 97.06 peresantile મેળવી પરિવારનું તથા સમાજ નું ગૌરવ વધાર્યું છે. 



   ધ્રુવ ગજ્જર એ રાજકોટ માં આવેલ નામાંકિત મોદી સ્કૂલમાં અભ્યાસ કરી આ સફળતા મેળવી છે. ધ્રુવે ને આ સફળતા વિશે પૂછતાં ધ્રુવે એ જણાવ્યું કે આ તેની સફળતાનો યશ માતા-પિતા અને ગુરુજનો નો  છે.   ધ્રુવ હવે આગળ એમ.બી.બી.એસ નો અભ્યાસ કરી ડોકટર તરીકેની કારકિર્દીમાં લોકોની સેવા કરવાની ખેવના વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે  આ NEET(UG)-2022 ની પરીક્ષા માટે સમગ્ર ભારતમાંથી 17.82 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું