સત્તર સપ્ટેમ્બર એટલે કે શ્રી વિશ્વકર્મા દાદા નો પૂજન દિવસ. આ દિવસે સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ રજા રાખે છે અને દાદા ની પૂજા અર્ચના કરે છે. શ્રી વિશ્વકર્મા સમાજ આમ જોઈએ તો ગુજરાત સિવાય પુરા ભારત તથા દેશ વિદેશમાં પથરાયેલો છે. સત્તર સપ્ટેમ્બર ના દિવસે તમામ લોકો દાદા ની પૂજા સાથે સમાજ ની લગતા સામાજિક કાર્યો અને દાદા નો પ્રચાર પ્રસાર કરે છે.
આવુજ એક આયોજન અમદાવાદમાં આવેલ શ્રી વિશ્વકર્મા સમાજ ની સંસ્થા શ્રી વિશ્વકર્મા જન સહાયક દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ આવતી સત્તર સપ્ટેમ્બર ના રોજ અમદાવાદમાં શ્રી વિશ્વકર્મા દાદા ની રથયાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ આ રથયાત્રા માં જોડાવા જઈ રહ્યો છે. જેમાં તારીખ ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ અમદાવાદ ના ચાંદલોડિયા શ્રી વિશ્વકર્મા દાદા ના મંદિરે થી રથ નું પ્રસ્થાન થશે.
શ્રી વિશ્વકર્મા સમાજ ના આ સંગઠન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે આ શ્રી વિશ્વકર્મા દાદા ની રથયાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય અને આ દાદા ની રથયાત્રા નો લાભ લે.
તમામ માહિતી અમારા સહયોગી શ્રી હરેશભાઈ ગજ્જર (અમદાવાદ) દ્વારા આપવામાં આવી હતી.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆




