કચ્છ : તારીખ 05/09/2022 ના રોજ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત DEO અને DPEO કચેરી ભુજ-કચ્છ દ્વારા આયોજિત કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ-2022 ટાઉન હોલ ખાતે યોજાયો હતો.
જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા માનનિય ડૉ.શ્રી નીમાબેન આચાર્ય, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારા, કચ્છ કલેકટર શ્રી પ્રવિણા ડી.કે., પૂર્વ મંત્રી અને અંજારના ધારાસભ્ય શ્રી વાસણભાઇ આહિર, APMCના પ્રમુખ ભાજપ અગ્રણી શ્રી કેશુભાઈ પટેલ તેમજ ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, DIET પ્રાચાર્ય શ્રી સંજયભાઈ ઠાકર ઉપરાંત અન્ય મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.
DEO શ્રી બી.કે. પ્રજાપતિ સાહેબ અને સમગ્ર ટીમ, દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પંકજભાઈ દહીંસરિયા નું સન્માન કરવામાં આવ્યું હતું.
