સમસ્ત નવ પરગણા ગજ્જર સુથાર સમાજ બનાસકાંઠા પુરતુ નો આજ રોજ કટાવ મુકામે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં સમાજબંધુઓ આવી સમાજની એકતા દર્શાવી , પૂજ્ય જયરામદાસ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી , કાર્યક્રમમાં થયેલ કાર્યો
1. સમસ્ત નવ પરગણાના વિદ્યાર્થીઓ માટે વિશ્વકર્મા શિક્ષણ ધામ બનાવવું
2. નવ પરગણાની સમિતિની રચના કરી , પ્રમુખ તથા મહામંત્રીની નિમણુંક કરી
પ્રમુખ - ડૉ. શંકરભાઇ રામજીભાઈ સુથાર ( માધપુરા )
મહામંત્રી - શ્રી પીરાભાઈ શંકરભાઇ સુથાર ( ઊંડાઈ )
3. કુલ 60,00,000/- અંકે સાહીઠ લાખ જેટલી ફાળાની રકમની જાહેરાત કરવામાં આવી
4.આગામી દશેરા ના દિવસે કટાવ મુકામે ખાખીજી મહારાજની તપોભૂમિમાં યજ્ઞ કરવો અને એજ દિવસથી ગામેગામ ફાળો લેવા માટે વિશ્વકર્મા રથ નું કટાવથી પૂજ્ય જયરામદાસ બાપુના હસ્તે પ્રસ્થાન
સમગ્ર કાર્યક્રમ ખાખીજી મહારાજની તપોભૂમિમાં ખુબજ ઉત્સાહથી , હકારાત્મક વિચારો સાથે અને શાંતિપૂર્ણ માહોલમાં સફળ રહ્યો જે બદલ સમસ્ત સમાજબંધુઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો
માહિતી : શ્રી જ્યંતી ભાઈ સુથાર (રવિ આર્ટ ) બનાસકાંઠા
