શ્રી વિશ્વકર્મા સમાજ ની પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ "SV NEWS" એ કર્યો એક લાખ નો આંકડો પાર..!!
શ્રી વિશ્વકર્મા સમાજ ની પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ "SV NEWS" ચેનલ ની વેબસાઈટ ઉપર તારીખ 30/8/2022 ના રોજ " એક લાખ " વધુ વાઈવર નો રેકોર્ડ પાર કરી ચુકી છે. આ ભવ્ય સિદ્ધિ માટે " SV NEWS " તથા " SV GROUP " તમામ દર્શક મિત્રો, સ્નેહીજનો, મિત્ર વર્તુળ, તથા નામી અનામી મિત્રો ના આભારી છે.
આ ન્યુઝ ચેનલ ની શરૂઆત બે વર્ષ પૂર્વે 12/05/2020 ના રોજ કરવામાં આવી હતી. આ ચેનલ ની શરૂઆત થીજ સાથી મિત્રો તથા સ્નેહીજનો નો સારો સહકાર મળતો ગયો ને આજે બે વર્ષ ઉપર જેવો સમય વીતી ગયો. આટલા ટૂંકા ગાળામાં કદાચ બહુ ઓછા આટલી સિદ્ધિ મેળવતા હશે..!!
આજે પણ શ્રી વિશ્વકર્મા સમાજ નો તમામ વર્ગ આ ચેનલ રેગ્યુલર જોવે છે અને સમાજ ની થતી ગતિવિધિઓ ની માહિતી મેળવે છે. આ સમાજ ની લાગણી સાથે આજ રોજ વેબસાઈટ ઉપર એક લાખ થી વધુ હીટ આવી છે. આ સારા પ્રસંગે કોઈ મિત્ર નું નામ એટલા માટે નથી લખતો કે કોઈ એક મિત્ર નું નામ રહી જશે તો પણ અમને દુઃખ થશે. આ ભવ્ય સફળતા માટે અમે આપના આભારી છીએ..
જય શ્રી વિશ્વકર્મા
ચીફ એડિટ : ઉમેશભાઈ ગજ્જર તથા "SV NEWS" તથા "SV GROUP" ની ટિમ આપનો ખુબ ખુબ આભાર માને છે.
