શ્રી વિશ્વકર્મા વંશ મહાસંગઠન અરવલ્લી દ્વારા આયોજીત વિશાળ વિશ્વકર્મા પૂજા દિવસ એકતા શોભાયાત્રા

 શ્રી વિશ્વકર્મા વંશ મહાસંગઠન અરવલ્લી દ્વારા આયોજીત વિશાળ વિશ્વકર્મા પૂજા દિવસ એકતા શોભાયાત્રા


   શ્રી વિશ્વકર્મા પૂજા દિવસ નિમિત્તે શ્રી વિશ્વકર્મા વંશ મહાસંગઠન દ્વારા આયોજીત આ ભવ્ય અને ઐતિહાસીક શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારા સંગઠન દ્વારા ગુજરાતમાં સૌથી પહેલાં પાંચેય વિશ્વકર્મા વંશજો ને એકત્રિત કરવામાં સફળતા મેળવી હતી. આ શોભાયાત્રાની શરૂઆત મોડાસા શહેરના વિશ્વકર્મા જાંગીડ બ્રાહ્મણ ના વિશ્વકર્મા મંદિર થી શરૂઆત કરવામાં આવી હતી અને ભારે મોટી સંખ્યામાં વિશ્વકર્મા વંશજો ઉમટયા હતા. પ્રથમ ચરણમાં શોભાયાત્રા નીકળી નગરના મુખ્ય માર્ગો પર થઈને વિશ્વકર્મા કડિયા સથવારા સમાજના વિશ્વકર્મા મંદિર પહોંચી હતી. 


દ્વિતીય ચરણમાં આ શોભાયાત્રા નગર ના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ ના મુખ્ય વિશ્વકર્મા મંદિર ના પ્રાંગણમાં સમાપન કરવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં વિશ્વકર્મા સમાજની પાંચેય સમાજનો સમાવેશ થયો હતો. આ શોભાયાત્રામાં વિશેષ રૂપે દાદાના બે રથ સાથે ભવ્ય સવારી નીકળી હતી. જે સૌથી મોટું આકર્ષણ બન્યું હતું. સાથે સાથે આ શોભાયાત્રામાં વિશ્વકર્મા વંશજો દ્વારા જે જનમેદની ઉમટી હતી તેનો કોઈ અંદાજ નથી લાગે એમ કારણ કે આ શોભાયાત્રા માં હજારો ની સંખ્યામાં બહેનો ભાઈઓ અને બાળકો હાજર રહ્યા હતા. વિશ્વકર્મા પ્રભુ ના ત્રણેય મંદિરોમાં ધ્વજા રોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 



આખી શોભાયાત્રા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જે અમારા સંગઠન માટે અને આપણાં વિશ્વકર્મા સમાજ માટે ગૌરવની વાત છે. અનેક પ્રકારના પ્રસાદ અને નાસ્તા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વિશ્વકર્મા ધર્મ પ્રચારક શ્રી મયુરભાઈ મિસ્ત્રી, એડવોકેટ જીગ્નેશભાઈ પંચાલ, મનીષભાઈ પંચાલ, લતાબેન પંચાલ, શ્રી ભરતભાઈ કડિયા, કેયૂરભાઈ કડિયા, નરેશભાઈ સોની, મયંકભાઈ સુથાર, મીનાબેન કંસારા, કનુભાઈ પંચાલ, બિહારીભાઈ સુથાર, પપ્પુભાઈ શર્મા, એડવોકેટ શૈલેષભાઈ શર્મા, જીગ્નેશભાઈ કડિયા, જિજ્ઞાબેન પંચાલ, ગોપીભાઈ શર્મા તથા અનેક કાર્યકારિણી મંડળના તમામ સભ્યો દ્વારા આ ઐતિહાસિક શોભાયાત્રા અર્થે દિવસ રાત મહેનત કરીને આ કાર્ય ને સફળતા અપાવી હતી. નાનામાં નાના દરેક વિશ્વકર્મા વંશજો દ્વારા આ કાર્ય ને ખૂબ સફળતા અપાવી હતી. દરેક નું યોગદાન અમારા માટે ખૂબ અગત્યનું હતું. તેથી જ આવી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારી જનમેદની ને સેવા આપી શક્યા હતા. અમારા શ્રી વિશ્વકર્મા વંશ મહાસંગઠન અરવલ્લી જિલ્લો તેઓનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ પાઠવે છે. આ સંગઠન દ્વારા પ્રથમ વાર જિલ્લામાં આવું કાર્ય કરી બતાવ્યું છે અને તે પણ ખૂબ ઓછા સમયમાં અને સંજોગોમાં, આવો પ્રતિસાદ દરેક વખતે મળતો રહે તેવી અમે તમામ આયોજક કાર્યકારિણી સદસ્યો તરફથી નમ્ર અને વિવેકી અરજ કરીએ છીએ. સાથે સાથે ત્રણેય મંદિરોમાં ભવ્ય આરતી અને પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું. તે ખૂબ પ્રશંસનીય છે. પાંચેય સમાજ ને એકત્રિત કરવા બદલ આખા ગુજરાતમાંથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે. જે અમારા સંગઠન માટે અતિ ગૌરવપૂર્ણ અને પ્રશંસનીય કામગીરી છે. હું વિશ્વકર્મા ધર્મ પ્રચારક મયુરભાઈ મિસ્ત્રી તરફથી દરેક શોભાયાત્રામાં જોડાયેલ તમામ વિશ્વકર્મા વંશજો નો આભાર વ્યક્ત કરું છું.

વિશ્વકર્મા પ્રચારક મયુરભાઈ મિસ્ત્રી

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું