શ્રી અખિલ કચ્છી લુહાર જ્ઞાતી મહા મંડળ દ્રારા નવ મો નિઃશુલ્ક સમુહલગ્નોત્સવ નું ભવ્ય આયોજન તારીખ 16/1/2023 અને 17/1/2023 ના રોજ નીષ્કલંકી નારાયણધામ ટ્રસ્ટ નખત્રાણા મધ્યે કરવામાં આવેલ છે.
જેમાં સમસ્ત કચ્છી લુહાર જ્ઞાતી ના જ્ઞાતીજનો ઉમંગભેર ભાગ લેશે.. આજના સમય માં ખર્ચાળ લગ્ન સમારંભો કરવા કરતા સમુહલગ્ન માં જોડાઇને પૈસા ની સાથે સમય ની પણ અમુલ્ય બચત થાય છે. તથા દીકરીઓને વીશેષ કરીયાવર પણ દાતાશ્રીઓ તરફથી મળે છે.. તારીખ 16/1/2023 ના ભવ્ય દાંડીયારાસ નું આયોજન કરેલ છે તો તારીખ 17/1/2023 ના સુપ્રસીધ્ધ આચાયઁ લગ્નવીધી સંપન્ન કરાવશે.. તો આ સમુહ લગ્ન માં વધુ થી વધુ લોકો જોડાઇને સમાજ એક્તા ની ભાવના સાથઁક કરે તેવુ આહવાન મહામંડળ ના પ્રમુખ શ્રી અશ્ર્વીનભાઇ હરીલાલભાઇ પઢારીયા જણાવી રહ્યા છે..
માહીતી- પ્રદીપ.ડી.પરમાર (પ્રમુખશ્રી અખિલકચ્છ નવયુવકમંડળ
