શ્રી વિશ્વકર્મા કારીગરી અને ઉદ્યોગકારો માં હમેશા અવલ્લ નંબર ઉપર હોય છે. આવા શ્રી વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને
આજના સ્પર્ધાત્મક યુગમાં કદમ થી કદમ મિલાવી ચાલી શકે તેવા ઉમદા આશયથી તારીખ ૨૫/૮/૨૦૨૨ ના રોજ હોટલ સિલ્વર કલાઉડ, અમદાવાદ ખાતે પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ અમદાવાદ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશની અમદાવાદ ચેપટરની ત્રીજી બીઝનેસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ગેસ્ટ સ્પીકર તરીકે સંજયભાઇ પંચાલ દ્વારા વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બિઝનેસ પ્રેઝન્ટેશન તેમજ નોલેજેબલ સેમીનાર થકી ઉધોગ સાહસિકોએ વિચારોની આપ લે કરી હતી.
" Let's grow together "
માહિતી : પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન ગુજરાત પ્રદેશ
Published by Chief editor Umesh Gajjar
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆




