રાજકોટ : શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આવનાર નવરાત્રી ની તૈયારીઓ થવા લાગી છે.
મળતી માહિતી મુજબ આસો સુદ એકમ અને તારીખ ૨૬/૦૯/૨૦૨૨ ને સોમવાર થી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતી રાજકોટ દ્વારા ખેલૈયાઓ ના નામ નોંધણી શરૂ કરી દેવામાં આવી છે.
આ નામ નોંધણી માં ખેલૈયાઓ એ પોતાના આધારકાર્ડ ની ઝેરોક્ષ તથા પાસપોર્ટ સાઈઝ નો ફોટો આપી વહેલી તકે પોતાનું નામ નોંધાવી શકે છે. આ નવરાત્રી રાસઉત્સવ રાજકોટ ના ગોંડલ રોડ પર આવેલ પી.વી.માલવીયા કોલેજ સામેના ગ્રાઉન્ડ ઉપર રાખેલ છે.

