અમદાવાદ માં ઉજવવામાં આવ્યો "આઝાદી ના અમૃત મહોત્સવ"


   શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ યુથ ફોરમ (અમદાવાદ), શ્રી અડા આઠમ પંચાલ મંડળ-નવાવાડજ (અમદાવાદ) તથા શ્રી વિશ્વકર્મા મંદિર-નવાવાડજ-અમદાવાદ (શ્રી વિશ્વકર્મા વંશજો)  સંગઠનના સૂર સંગે આઝાદીનો અમૃત મહોત્સવ ની ઉજવણીના  ભાગરુપે ત્રિરંગાયાત્રા નુ ભવ્ય આયોજન   કરવામાં આવ્યું.  

       



       દેશભકતિના રંગથી રંગાયેલા, રાષ્ટ્ર, પ્રેમને વરેલા   દેશદાઝની લાગણીનો ઉછાળસભર વિશ્ર્વકર્મા વંશજો સહપરિવાર આ યાત્રામાં જોડાઈ આઝાદીના નારાને બુલંદ બનાવ્યો હતો.     



     દેશભક્તિનો જુસ્સો જગાવવા, રાષ્ટ્ર પ્રતી ,પ્રેમ ,પ્રદર્શિત કરવા, શહાદતને સ્મરણાજંલિ અર્પવા અને માનનીય વડાપ્રધાન શ્રી ના આહવાનને ઝીલવા ઉપરોકત ત્રણે સંસ્થાઓ દ્વારા સંસ્થાના ( ગુર્જર સુતાર વાડી) પરિસરમાંથી "ત્રિરંગાયાત્રા"  નો તારીખ 14/8/22ને રવિવારે સાંજે 4-00 કલાકે ભવ્ય અને જાજરમાન પ્રારંભ થયો હતો.

   


     રાષ્ટ્રધ્વજને આન, બાન અને શાનથી લહેરાવતા, ભારતમાતા કી જય ના નારાને ગુંજવતા બાઈક,સ્કુટર અને કાર સાથે  રાષ્ટ્રપેમીઓ આ યાત્રાના સંગાથી બની દેશભક્તિના ઝનૂનઘૉષને  ગુંજવ્યો હતો.      


   સૌ દેશભકતો આ  યાત્રામાં  સહભાગી બની અને "આઝાદીના અમૃત મહોત્સવ" ની ઊજવણીના  ઉત્સાહ, ઉમંગ અને મિજાજને  મેઘધનુષી રંગ અર્પ્યો.        

 

સમય:- 14/8/22 ને રવિવાર સાંજે 4 : 00 કલાકે          

સ્થળ : ગુર્જર સુતાર વાડી. AMTS BUS DEPOT. સામે, નવાવાડજ અમદાવાદ.             



આ રૂટ પ્રસ્તાવિત  વાડીથી વ્યાસવાડી, અખબારનગર સર્કલ, નિર્ણયનગર ગરનાળાથી નિર્ણયનગર થી અંબિકા ચાર રસ્તાથી શ્રીવિશ્રકર્મા મંદિર અને નીજ ,પ્રાંગણ પધાર્યા હતા.

માહિતી તથા લેખન : શ્રી શાન્તિ ભાઈ ખોડલીયા

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું