નામ-ગજ્જર ધવલકુમાર મહેન્દ્રભાઈ
ગામ-વડ્પુરા ,તાલુકો-કડી, જીલ્લો-મહેસાણા (હાલ રહેવાસી કડી.
અભ્યાસ- ગ્રેજ્યુએટ
ઉંમર-24 વર્ષ.
શ્રી વિશ્વકર્મા સમાજ કલા કારીગરી તો સમાજ ના લોહી માં જ જોવા મળતી હોય છે. સમાજ નો બાળક હોય કે, યુવાન કે, વુર્ધ, તમામ લોકો કલા કારીગરી માં નિપુણ હોય છે. આવુજ કાર્ય જોવા મળ્યું મહેસાણા ના કડી તાલુકા ના વડપુરા ગામે.
શ્રી વિશ્વકર્મા સમાજ ના નવયુવાન ગજ્જર ધવલકુમાર મહેન્દ્રભાઈ દ્વારા અવનવી મુર્તિ બનાવવા માં આવે છે.
ધવલ કુમાર નું કહેવું છે કે જ્યારે હું સ્કુલ મા અભ્યાસ કરતો હતો ત્યાર થી જ, મને ચિત્ર બનાવાનો શોખ હતો.અને એમાંથી મેં લાકડાં મા ચિત્ર બનાવીને લાકડામા કોતવણી કામ શરૂઆત કરી હતી. આ કલા મારી અંદર જન્મજાત જ ભગવાનથી મળેલ છે. હું આ મુર્તિ કામ કરતો હતો ને અભ્યાસ પણ કરતો હતો. અને હું આ કલા નું કામ સાત વર્ષથી
સાગ, સેવન, શીશમ અને વિવિધ પ્રકાર ના લાકડા નો ઉપયોગ કરી હું મૂર્તિઓ બનાવું છું.
મેં ભગવાન વિશ્વકર્મા દાદા ની,ગણપતિ દાદાની, હનુમાન દાદા ની, શ્રી કૃષ્ણની,શ્રી સ્વામિનારાયણ ભગવાન ની અને અનેક પ્રકાર ની લાકડાંની મૂર્તિઓ બનાવેલ છે.
મહાપુરુષો માં-મહારાણા પ્રતાપ,શિવાજી મહારાજ,રાની લક્ષ્મિબાઈ,ભગતસિહ, ચંદ્રશેખર આઝાદ,અને હાલ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની મૂર્તિ પણ પ્લાસ્ટર ઓફ પેરિસ મા બનાવેલ છે.
અને હાલતું ચાલતું કલા મોસન આર્ટ માં પણ દોડતો ઘોડો અને લાકડા ની પરી પણ બનાવેલ છે.