વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ ઓર્ગેનાઈઝેશન

       

વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આજના સ્પર્ધાત્મક યુગમાં કદમ થી કદમ મિલાવી ચાલી શકે તેવા ઉમદા આશયથી વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ ઓર્ગેનાઈઝેશન (GVBO) ની શરૂઆત કરવામાં આવી છે. 


જેમાં જીવીબીઓના નેટવર્કને જીલ્લા, રાજય અને વિવિધ દેશોમાં વિસ્તારવાનું આયોજન કરવામાં આવ્યું છે. 


જીવીબીઓ દ્વારા ઉધોગ જગત માટે ઉપયોગી એવા મોટીવેશનલ પ્રોગ્રામ, ટ્રેનીંગ પ્રોગામ, સેક્ટર આધારીત B to B મીટીંગ્સ તેમજ નવીન ટેક્નોલૉજી અને આધુનીક ધંધાકીય અભીગમ માટેના આયોજનો કરવામાં આવશે. 


➡ જેના મુખ્ય ઉદેશો છે

1. એકબીજા સાથે નેટવર્કીંગ દ્વારા વ્યાપાર ઉધોગમાં પરસ્પર ઉપયોગી થવું. 

2. સમાજના નવા ઉધોગ સાહસીકો તૈયાર કરવામાં ઉપયોગી થવું. 

3. શિક્ષિત અને સક્ષમ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં ઉપયોગી થવું. 

તો આજે જ જીવીબીઓ માં જોડાઈ તમારા વ્યવસાયનું રજીસ્ટ્રેશન કરાવો અને તમારા વ્યવસાયને પ્રગતીના પંથે લઈ જાઓ. 


નોંધ : કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતા વિશ્વકર્મા સમાજના ઉધોગકારો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી જોડાઈ શકે છે.


વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે 

9898991110 

9558452245

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું