વિશ્વકર્મા વંશજ લેખકો, કવિઓની ઓળખ સમાજને કરાવતા વિશ્વકર્મા રાઈટર્સ ગ્રુપની સાહિત્ય બેઠક

 
     વિશ્વકર્મા વંશજ લેખકો, કવિઓની ઓળખ સમાજને કરાવતા વિશ્વકર્મા રાઈટર્સ ગ્રુપની સાહિત્ય બેઠક તારીખ 16-01-2022 ને રવિવારનાં રોજ શ્રી અમૃત વિદ્યામંદિર , રાજકોટ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી કિશોરભાઈ જાદવાણી ( કેળવણી મંડળના પ્રમુખ ) , શ્રી ઉત્પલાબેન જાદવાણી ( સખીવૃંદનાં સ્થાપક ) , શ્રી નિખીલભાઈ પિલોજપરા ( ખ્યાતનામ ફોટોગ્રાફર ) , શ્રી જયંતભાઈ ગજ્જર ( પ્લેબેક સીંગર ) ની વિશેષ ઉપસ્થિતી રહી હતી. આ બેઠકમાં નારી નિબંઘસ્પર્ધાનાં વિજેતાઓને શિલ્ડ , રોકડ પુરસ્કાર , પુસ્તક અને કેલેન્ડરથી સન્માનિત કરવામાં આવેલ હતા. ઉપરાંત વિશ્વકર્મા રાઈટર્સ ગ્રુપના ફેસબુક પેઈજ ઉપર ચાલતી શૌર્યગાથા પરમવીર ચક્રના વક્તવ્યની વિડીયો સીરીઝનાં તમામ રજૂકર્તાઓને પણ પુસ્તક અને કેલેન્ડર અર્પણ કરવામાં આવેલ હતા. આ સાહિત્ય બેઠકમાં ઉપસ્થિત દરેક લેખક -કવિઓએ પોતાની સ્વરચિત કૃતિઓ રજૂ કરી હતી . અતિથિ વિશેષ મહેમાનોએ પણ પ્રસંગોચિત વિચારો રજૂ કર્યા હતા . આ બેઠકમાં રજૂ થયેલી પ્રાર્થના , ગીત , ગઝલ અને કાવ્યોનો દોર ખૂબ જ યાદગાર રહ્યો હતો. આ સાહિત્ય બેઠકને સફળ બનાવવા માટે ગ્રુપનાં સ્થાપક સભ્યોએ પુરતા પ્રયત્નો કર્યા હતા અને રાજકોટ , મોરબી , જામનગર , સુરેન્દ્રનગર , અમદાવાદથી ગ્રુપનાં સભ્યો એવા લેખક - કવિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાહિત્યની મોજ માણી હતી .


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું