Rajkot શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન તથા સ્નેહમિલન

    રકતદાન મહાદાન ના ઉદેશય સાથે શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ આયોજિત ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે મહા રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

     આ સંસ્થા નો ઉદેશય એવો છે કે આપના એક રકતદાનથી ત્રણ માનવ જીંદગી બચાવી શકાય છે. માનવ જિંદગી બચાવવા નો આનો કોઇ જ વિકલ્પ નથી . આવો , સૌ સાથે મળી મહામૂલી માનવ જીંદગી માટે રકતદાન કરીએ ... રકતદાન કરાવીએ .. 
     આ રકતદાન શિબિરમાં રકતદાતાને શુભેચ્છા ભેટ આપવામાં આવશે. દરેક રકતદાતાને બોમ્બેડાઈંગની બેસીટ તથા પીલો કવર આપવામાં આવશે .
    આ શુભેચ્છા ભેટ ના દાતા પરિવાર  સ્વ . રજનીકાંતભાઇ ભરતભાઇ ચનાસણા ( સોંડાગર ) ના સ્મરણાર્થે - રહે . સુરત હ . શ્રી ભરતભાઇ કેશવજીભાઇ ચનાસણા ( સોંડાગર ) તથા શ્રીમતી ભાનુબેન ભરતભાઇ ચનાસણા ( સોંડાગર ) રહે . સુરત

👉 રક્તદાન સ્થળ
 શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ બાલાજી ઇન્ડ . પાર્ક , જકાતનાકા પાસેનો રોડ , ગોંડલ રોડ , રાજકોટ -૪ .
રક્તદાન શિબિર 
 કારતક વદ -૫ ( પાચમ ) ને બુધવાર , તા . ૨૪-૧૧-૨૦૨૧ના રોજ સવારે ૯-૦૦ થી સાંજે ૪-૦૦સુધી 
 સલાહકાર કમિટિ , ટ્રસ્ટીમંડળ , કાર્યવાહક કમિટિ , શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ 
( આપણું રાજકોટ - સ્વચ્છ રાજકોટ ) 
👉 નોંધઃ 
સરકારશ્રીની ગાઈડલાઇન અનુસાર સૌએ માસ્ક , સોશ્યલ ડીસ્ટન્સ તથા સેનીટાઇઝર સાથેનું પાલન કરવાનું રહેશે .
મંડળ દ્વારા સભ્યોનું સપરિવાર સ્નેહમિલન સહ જનરલ મીટીંગ નું આયોજન
    મંડળ દ્વારા તારીખ : ૨૪-૧૧-૨૦૨૧ , કારતક વદ ૫ ને બુધવાર , સમય : સવારે : ૯-૦૦થી દાતાશ્રી સન્માન તથા સભ્યોનું સપરિવાર સ્નેહમિલન સહ જનરલ મીટીંગ નીચે મુજબના સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે. મંડળના આ કાર્યક્રમમાં દરેક સભ્યશ્રીઓ સપરિવાર અવશ્ય પધારવા ભાવભર્યું આમંત્રણ છે. 
 
👉 એજન્ડા
( ૧ ) ગત મીનીટ બુક વંચાણે લઇ બહાલી આપવા અંગે 
( ર ) મંડળના સભ્ય પરિવારનું સ્નેહ મિલન 
( ૩ ) રક્તદાન શિબિર તથા દાતા સન્માન 
( ૪ ) સને ૨૦૨૦ ૨૧ ના સૂચિત બજેટ અંગે 
( ૫ ) સને ૨૦૨૦ ૨૧ ના ઓડીટ રીપોર્ટ અંગે 
( ૬ ) પ્રમુખ સ્થાનેથી રજૂઆત થાય તે 
👉 નોંધઃ 
    જે સભ્યની દાનપેટીમાંથી રૂા . ૨૧૦૦ / - કે તેથી વધુ રકમ મળેલ છે , તેઓશ્રીનું સન્માન કરાશે.
સભ્ય સહપરિવાર માટે સ્વરૂચી મહાપ્રસાદ વ્યવસ્થા રાખેલ છે 
 
👉 પ્રસાદ :
 બપોરે ૧૧ થી ૧ કલાકે • સ્થળ - ગુર્જર સુતાર પ્રતિ મંડળ , ગોંડલ રોડ , જકાતનાકા પાસેનો રોડ , બાલાજી ઈન્ડ . પાર્ક , રાજકોટ . ફોન : ૦૨૮૧- ૨૩૬૦૨૧૬ ... સૌ સમયસર હાજર રહી કાર્યક્રમને દિપાવશોજી ... નિમંત્રકા સલાહકાર કમિટી , ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમિટી શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ આવતા વર્ષ માટે સ્વરૂચી મહાપ્રસાદ માટે સ્પોન્સરશ્રીની નામ નોંધણી સ્થળ પર કરવામાં આવશે .



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું