બનાસકાંઠા માં ગજ્જર સમાજ માં નોટબુક વિતરણ ના દાતા શ્રી ઓ નું સન્માન નો કાર્યક્રમ #SV_NEWS

 બનાસકાંઠા માં તારીખ 22, 8, 2021 ને રવિવાર ના  રોજ સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું, અને આ નોટબુક વિતરણ માં જે દાતા ઓ એ ફાળો આપ્યો હતો, તે તમામ દાતા શ્રી ઓ નું સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

    સમાજ ના યુવાનો દ્વારા સમાજ ના  વિદ્યાર્થીઓ ને ભણવામાં કોઈ અડચણ ઉભી ના થાય અને સમાજ નો બાળક ભણે અને એક સુશિક્ષિત સમાજ બને એ માટે બાળકો ને વિના મૂલ્યે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું. 

જેમાં સમાજ ના આગેવાનો એ ટુક સમય માં એક મોટી રકમ ફંડ ફાળા પેટે આપી, અને સમાજ ને સંયોગ કર્યો હતો. 

આવા સમાજ ના મહાન દાતા ઓ નો નું સન્માન માટે બનાસકાંઠા માં આવેલ  કટવાધામ ખાતે, શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે આ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  આ કાર્યક્રમ મોટી સંખ્યામાં દાતા શ્રી ઓ, સમાજ ના આગેવાનો તથા સમાજ ના સાધુ સંતો હાજર રહ્યા હતા.

  આ સન્માન કાર્યક્રમમાં સમાજ ના સંતો દ્વારા સમાજ ને ઉમદા વિચારો આપવામાં આવ્યા હતા, તથા દાતા શ્રી ઓ નું પાંચ ચોપડા, વિશ્વકર્મા દાદા નો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.








ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું