અમદાવાદ આવેલ પંચાલ મિલન મંદિર.શાહીબાગ દ્વારા કોરોનામાં સ્વજન ગુમાવનાર જરૂરીયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને. મદદગાર બની તેમના દુઃખમાં સહભાગી થવા આર્થીક સહાય કરી તેમને ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં સમાજ ના અગ્રણી ઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલ અતીથી તરીકે હાજર રહ્યા હતા.
પંચાલ મિલન મંદિર, શાહીબાગ દ્વારા કરવામાં આવેલ પ્રયાસ ખુબ જ સરાહનીય છે અને વાસ્તવીકતામાં સમાજની પડખે ઉભા રહી કરેલ કાર્ય સમાજ માટે ઉદાહરણરૂપ છે.આવા કાર્યો થકી જ સમાજને સાચીરૂપે મદદરૂપ બની તેમના દુખમાં સહભાગી થઇ શકાય.
આવા સરસ આયોજન બદલ પંચાલ મિલન મંદિર ટ્રસ્ટ, શાહીબાગના તમામ ટ્રસ્ટીઓને પંચાલ યુવા સંગઠન ના પ્રમુખે શ્રી વિશાલભાઈ પંચાલે આભાર માન્યો હતો.