સ્ત્રી શક્તિ ના ભાગ રૂપે "પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ" દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો

 અમદાવાદમાં 15 મી ઓગસ્ટ ના રોજ શ્રી વિશ્વકર્મા સમાજ ની બહેનો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

       વિશ્વકર્મા સમાજ ની દરેક બહેનો દ્વારા ૧૫ ઓગસ્ટ સ્વતંત્ર દિવસ પર દરેક બહેન પોતાના પગ પર ઉભી રહે અને પોતાની આવક નો એક સ્ત્રોત ઉભો થાય.
     તે હેતુસર  સ્ત્રી શક્તિ ના ભાગ રૂપે "પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ" દ્વારા અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
     આ કાર્યક્રમ પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન અમદાવાદ ઉપપ્રમુખ શ્રી ભારતી બેન પંચાલ ના ઘરે હેન્ડ વર્ક ના ગૃહ ઉદ્યોગ ની ફર્સ્ટ બેંચ નું  આયોજન  કરાવામાં આવ્યું હતું.       
       પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ ના પૂર્વ ઝોન પ્રમુખ  રોશનીબેન પંચાલ પોતે મોટા પાયે  ગૃહ ઉદ્યોગ ચલાવે છે. અને લોકો ની રોજગારી પુરી પાડે છે.
   પોતાના જાત અનુભવ સમાજ ની બહેનો ને ઉપયોગી થાય તે હેતુ થી સમાજ ની બહેનો માટે ભારતી બેન પંચાલ દ્વારા બહેનો ને ટ્રેનિંગ આપવામા આવી હતી.
    આ ટ્રેનિંગ માં ૫૮ પ્રકારનું હેન્ડ વર્ક અને આભલા કાચવર્ક સમાજ ની બહેનો ને  શિખાડવામાં માં આવ્યું હતું.
    આ કાર્યક્રમ માં સમાજ ની બહેનો એ ભાગ લીધો હતો. અને આ કાર્ય ની ટ્રેનિંગ પણ મેળવી હતી.
   પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા અવાર નવાર સમાજ ને ઉપયોગી થાય તેવા કાર્યો કરવામાં આવતા હોય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું