પ્રાઇડ ઓફ પંચાલ ટીમ તથા અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘ દ્વારા લુણાવાડા પીડીત પરિવારો ની મુલાકાત લેવાઈ


 
મહીસાગર :   તા. 05/08/2021 ના રોજ મહીસાગર જિલ્લા ના પંચાલ સમાજ તેમજ ભાજપ ના આગેવાન ત્રિભોવન દાસ પંચાલ અને તેમની પત્નિ ની જે રીતે રહસ્યમય અને નિર્દયી રીતે હત્યા કરવામાં આવતા શ્રી વિશ્વકર્મા સમાજ માં ઘેરા પત્યાઘાત પડ્યા હતા. શ્રી વિશ્વકર્મા સમાજ ની સંસ્થા ઓ તથા સમાજ ના અગ્રણી ઓ એ આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી જેના પરિણામ સ્વરૂપે ગુજરાત પોલીસ નું એક સરાહનીય કર્યુ છે.

    આ બાબતે તા.13.08.2021 ના રોજ પ્રાઇડ ઓફ પંચાલ ટીમ ના સદસ્યો ગામ ગોલાનાપલ્લા લુણાવાડા ખાતે સ્વ.ત્રિભોવનભાઈ પંચાલ અને તેમના ધર્મપત્ની ના બેસણા માં જઈ કુટુંબીજનો ને સાંત્વના પાઠવી ત્યાર બાદ મહીસાગર SP શ્રી રાકેશભાઈ બારોટ અને મહીસાગર કલેકટર શ્રી ને આવેદન પત્ર આપ્યું અને સ્વ.ત્રિભોવન ભાઈ ના પરિવાર ને નિષ્પક્ષ તપાસ કરાવી ન્યાય મળે તે દિશામાં તપાસ કરવાનું અપીલ કરવામાં આવી હતી.

   આ સમયે અખીલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘ ના મહામંત્રી શ્રી મુકેશભાઇ પંચાલ, શ્રી નાથાલાલ પંચાલ, પ્રવિણભાઈ પંચાલ, રાજુભાઈ પંચાલ પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ના લુણાવાડા ના પ્રમુખ, અને શ્રી વિશ્વકર્મા સંદેશ ના એડિટર,દિપકભાઈ મિસ્ત્રી, અશોકભાઈ પંચાલ, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

  પ્રાઇડ ઓફ પંચાલ (શ્રી વિશ્વકર્મા ટીમ) દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વ. ત્રિભોવન ભાઈ પંચાલ અને તેમના ધર્મપત્ની ના કુટુંબીજનો ના દુઃખ માં સહભાગી છે. અને જ્યારે પણ મદદ ની જરૂર હશે ટીમ તેમના પડખે ઉભી રહશે.

   તમામ માહિતી અમારા સહયોગી પ્રાઇડ ઓફ પંચાલ (શ્રી વિશ્વકર્મા ટીમ) મીડિયા સેલ દ્વારા આપવામાં આવી.






ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું