વિર્ધાર્થીઓ અને વાલીઓ સાથે ઓનલાઇન સંવાદ સર્જાયો, વિશાલભાઇ પંચાલ દ્વારા વિર્ધાર્થીઓ ને અપાયું માર્ગદર્શન

અમદાવાદ : પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત સપોર્ટેડ બાય હોલીડે સ્કુલ, વિનામુલ્યે ચાલતા  જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન તાલીમ વર્ગો આજ રોજ સફળતા પુર્વક પુર્ણ કરેલ છે.

     જવાહર નવોદયની  પ્રવેશ પરીક્ષાના સંદર્ભે   વિર્ધાર્થીઓ અને વાલીઓ સાથે ઓનલાઇન સંવાદ સર્જાયો હતો. જેમાં પંચાલ યુવા સંગઠનન, ગુજરાત પ્રદેશ પ્રમુખ, વિશાલભાઇ પંચાલ દ્વારા વિર્ધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને તેઓ પરીક્ષામાં ઉતીર્ણ થઇ સમાજનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ સંવાદમાં ભરૂચ જીલ્લાના જીલ્લા શિક્ષણ નીરીક્ષક શ્રી, સંગીતાબેન મીસ્ત્રી જોડાયા હતા. તેમને પણ સમાજના વિર્ધાર્થીઓનો ઉત્સાહ વધારી વધુ માં વધુ સમાજના છોકરાઓ ઉતીર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. 

જેમાં પરીક્ષામાં ભાગ લેનાર સમાજના વિર્ધાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. 

   પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ, પ્રમુખ વિશાલભાઇ પંચાલની અધ્યક્ષતામાં એજયુકેશન સેલની ટીમ દ્વારા વિનામુલ્યે ચાલતા જવાહર નવોદયની પરીક્ષાના તાલીમ વર્ગોને એક પણ દિવસની રજા વગર વિકલી ટેસ્ટ લઇ સારા મેનેજમેન્ટ થકી સફળતા પુર્વક પુર્ણ કરવા બદલ પંચાલ યુવા સંગઠનની એજ્યકેશન સેલની ટીમ વિનોદભાઇ પંચાલ, મહીસાગર જીલ્લો (હોલીડે સ્કુલ) , જીમીતભાઇ પંચાલ, અશ્ર્વિનભાઇ પંચાલ, અજયભાઇ પંચાલ અને તમામ કાર્યકર્તા જેમને આ કાર્યને પુર્ણ કરવામાં સહભાગી થયા એ તમામનો પંચાલ યુવા સંગઠન હ્દયપુર્વક આભાર વ્યકત કરે છે. આવા સાચા સમાજ અનુલક્ષી પ્રગતીશીલ કાર્યો થકી સમાજને મદદગાર બની સમાજને એક ચોકકસ દિશામાં લઇ જવામાં પંચાલ યુવા સંગઠન સતત કાર્યશીલ રહેશે.

  તમામ માહીતી અમારા સહયોગી શ્રી વિશાલભાઈ પંચાલ (પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ) દ્વારા આપવમાં આવી હતી




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું