અમદાવાદ : રવિવાર 8 ઓગસ્ટ 2021 ના રોજ બપોરે 2 વાગ્યે, નિકોલ અમદાવાદના ધારાસભ્ય શ્રી જગદીશ ભાઈ પંચાલની અધ્યક્ષતામાં તમામ વિશ્વકર્મા શિલ્પી સમાજોની સંયુક્ત બેઠક અમદાવાદના શાહીબાગના એનેક્સી સર્કિટ હાઉસ ખાતે આયોજીત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના એકમાત્ર સાંસદ (રાજ્યસભા) શ્રી રામચંદ્ર જાંગડા મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તરીકે આવ્યા હતા. શ્રી કિશોર ભાઈ ચૌહાણ ધારાસભ્ય વેજલપુર, ભાજપ ઓબીસી સેલના ગુજરાતના પૂર્વ પ્રમુખ ભગવાન દાસ પંચાલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિશ્વકર્મા સમાજ સાથે સંબંધિત કાઉન્સિલર, સર્વશ્રી દીપકભાઈ પંચાલ, નિકોલ વોર્ડ, સ્ટેડિયમ વોર્ડના મુકેશભાઈ મિસ્ત્રી, ચાંદલોડિયા વાર્ડ ના રાજેશ્વરી બહેન પંચાલ, નરોડા વોર્ડ ના અલકાબેન મિસ્ત્રી, ઇન્દ્રપુરી વાર્ડ ના અલકાબેન પંચાલ, હરિયાણા થી પધારેલ અતિથિ શ્રી અશ્વિન જાંગડા, મનીષ જાંગડા, સંદીપ જાંગડા, જાંગિડ સમાજ ગુજરાત પ્રમુખ મોહનભાઈ જાંગીડ અને ઓબીસી વર્ગ માટે આરક્ષણ અને ખાસ કરીને કારીગરોના અધિકારો અને રક્ષણ માટે કાર્ય કરતા સમાજસેવી કાલુભાઈ લોહાર સહિત રાજકારણ અને સમાજ સેવામાં સક્રિય ઘણા ભાઈ બહેનો પણ હાજર હતા.
અમદાવાદના જાંગિડ સમાજના વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સર્વશ્રી સુરેન્દ્ર જી શર્મા, (શર્મા હ્યુંડાઈ) ઓમપ્રકાશ જી શર્મા, પુરુષોત્તમ જાંગીડ, નાગરમલ શર્મા, મહાવીર પ્રસાદ જાંગીડ, અશોક જાંગિડ, શ્રીમતી સુમિત્રા શર્મા, મનોજ જાંગિડ, મદનલાલ જાંગીડ, પુખરાજ જાંગીડ, વેદપ્રકાશ જાંગીડ, કન્હૈયા લાલ જાંગીડ, વિનોદ જાંગીડ , રાજેન્દ્ર જાંગીડ, ચન્નારામ સુથાર, ગ્યારીલાલ જાંગીડ, ગાંધીધામ કચ્છથી આવેલ વિજયરાજ જાંગીડ, ખીમચંદ જાંગીડ, રાજેશ જાંગીડ અને ગુર્જર સુથાર સમાજ, પંચાલ લોહાર સમાજ, મેવાડા સુથાર સમાજમાંથી સ્થાનિક સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય સાંસદ શ્રી રામચંદ્ર જાંગડાનું સમાજની તમામ સંસ્થાઓ તરફથી ભારે ઉત્સાહ સાથે પુષ્પગુચ્છ, માલા, પાઘડી અને શાલ ઓઢાડી ને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજસેવિકા સુમિત્રા શર્મા એ “વેદો માં વિશ્વકર્મા “ નામનું પુસ્તક ની ભેંટ આપી હતી.
તમામ વિશ્વકર્મા સમાજોને એક થવા ની હાકલ કરતાં સાંસદ શ્રીએ તેમની વાચાળ શૈલી મા ઇતિહાસિક ઘટનાઓ નો વર્ણન કરતા કહ્યું કે પ્રાચીન સમયમાં દેશની અર્થવ્યવસ્થામાં કારીગર વર્ગ નો ઘણું યોગદાન રહ્યો છે જેના કારણે દેશમાં અનાજ અને અન્ય વસ્તુઓ નો હંમેશા અઢળક સ્ટોર ભરેલો રહેતો હતો અને આપણા દેશ ને “સોને કી ચિડિયા” કહેવામાં આવતું હતું. મધ્યકાલીન સમયગાળામાં, કારીગરો પર ઘણો જુલમો થયા, તેમનું શોષણ થતું રહ્યું, ખાસ કરીને બ્રિટિશ સરકારી તંત્રએ ભારતીય કારીગરો અને કારીગરોની કમર તોડવાનું કામ કર્યું, કારણ કે તેઓએ વિદેશમાંથી દરેક તૈયાર વસ્તુની આયાત શરૂ કરી.
દેશની આઝાદી પછી પણ, અહીંની સરકારોએ અન્ય વર્ગના ઉત્થાન અને કલ્યાણ માટે તો ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશના કારીગર સમુદાયોના ઉત્થાન, કલ્યાણ અથવા વિકાસ માટે કોઈ યોજના બનાવવામાં આવી નથી. પરિણામે આપણો વિશ્વકર્મા વંશી કારીગર સમુદાય હંમેશા પછાત થતો ગયો. મારી 45 વર્ષની રાજકીય કારકિર્દીમાં, મેં દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રવાસ કર્યો છે, વિશ્વકર્મા કુળો વચ્ચે જઈને તેમની પીડા અનુભવી છે. અને આ ક્રમ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
આગળ બોલતા તેમણે કહ્યું કે હવે દેશની રાજનીતિ અને સરકારની નીતિઓ બદલાઈ ગઈ છે, તે તરફ પણ આપણે ધ્યાન આપવાની જરૂરત છે.
આપણો સમાજ સતત કાર્યશીલ અને સંઘર્ષશીલ રહેવા વાલો સમાજ છે, સમાજ પોતાની જાતે ઘણો સંઘર્ષ કરીને અને શિક્ષિત થયા પછી દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે તૈયાર છે. શિલ્પકારોએ હંમેશ આપણા દેશ ની ઉન્નતિ માટે કામ કર્યો છે અને કરતા રહીશું. આ સમય છે જ્યારે સરકારો દ્વારા તેને સરકારની મોટી યોજનાઓમાં સમાવવાની અને તેમને આર્થિક સહાય અને સુરક્ષા આપવા માટે ની પહલ કરવાની જરૂર છે.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જીની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે હવે આપણા દેશની કમાન આવા મહાન વ્યક્તિત્વ અને આધુનિક વિશ્વકર્મા, એક સામાજિક આર્કિટેક્ટના હાથમાં આવી ગઈ છે, જે દરેક વર્ગ અને સમુદાયની રાતદિવસ સંભાળ રાખે છે. હાલની ભારત સરકારે કૌશલ્ય વિકાસ, મેક ઇન ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવા તરફ પોતાનું સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. આમાં અમારા કારીગરો માટે પણ ઘણી શક્યતાઓ રહેલી છે.
પણ હવે આપણને રાજકીય રીતે સંગઠિત થવાની ખૂબજ જરૂર છે. આપણે બધા પરસ્પર ભેદભાવ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, જાંગીડ, શર્મા, સુથાર, પંચાલ, ધીમાન, સુથાર, લોહાર, રામગઢિયા વગેરેને નામો બાજૂમા મુકી ને દેશમા એકજ નામ "વિશ્વકર્મા" તરીકે ઉભરી આવવું પડશે. આપણા સમાજ નો ઇતિહાસ હડતાલ કે દેખાવો કરી ને દેશ ના વિકાસ માં અવરોધો ઊભા કરવા વાલો ક્યારેય રહ્યો નથી.
આગામી દિવસોમાં, દેશના તમામ કારીગર સમુદાયોને એક જ ધ્વજ હેઠળ ભેગા કરવા માટે દિલ્હીના રામલીલા મેદાનમાં *"વિશ્વકર્મા મહાસંમેલન"* ખૂબ મોટા પાયે યોજવાની છે, જેના માટે તમે બધાએ તૈયાર રહેવું જોઈએ. આજનો સમય એવો આવી ગયો છે કે તેમાં વ્યક્તિઓના ગુણો અને સ્વભાવને જોવા કરતા એમના માથાની ગણતરી કરી ને એમની તાકાત આંકવા માં આવે છે, આ ખૂબજ મહત્વની બાબતને આપણે સમજવાની જરૂર છે.
આ પહેલા ધારાસભ્યો શ્રી જગદીશ ભાઈ પંચાલ, કિશોરભાઈ ચૌહાણ અને કાલુરામ લોહરે પણ તેમના સંબંધિત વિષયે મંતવ્યો આપ્યા હતા.
એજ રીતે ગઈ કાલે શનિવાર 7 ઓગસ્ટના રોજ, માનનીય સાંસદ રામચંદ્ર જાંગડા સાહેબે ગાંધીધામ કચ્છની મુલાકાત લીધી હતી. જ્યાં જાંગીડ બ્રાહ્મણ મહાસભાના પ્રમુખ સ્વ. નેમીચંદ શર્મા જેમનો અવસાન ૫મી જુલાઈએ થયો હતો, તેમના ઘરે જઈ પરિવારને મળ્યા અને તેમને સાંત્વના આપી હતી.
ગાંધીધામમાં જંગીડ બ્રાહ્મણ સમાજ સમિતિ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ મોહનલાલ જાંગીડ, જાંગીડ સમાજ ગાંધીધામ ના પ્રમુખ ગુરૂદત્ત શર્મા અને કંડલા ટીમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીત ગજ્જર, વિશ્વકર્મા એકતા મંચ હેઠળ ના તમામ વિશ્વકર્મા વંશી સમાજના મુખ્ય કાર્યકરો વતી , સાંસદ જાંગડા જીનું કચ્છી પાઘડી અને પ્રખ્યાત કચ્છી શોલ થી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું.
અહીં પણ તેમણે ઉપસ્થિત વિશ્વકર્મા પરિવાર કાર્યકરો ને સંબોધતાં એકતા નો સંદેશ આપ્યો. અને કહ્યું કે ગાંધીધામએ એક મહાન સમાજ સેવક અને ભામાશાહ નેમીચંદ શર્મા રૂપમાં સમાજને આપ્યા હતા, તેમના જવાથી સમાજને ન ભરવાપાત્ર ખોટ પડી છે.
અંતે તેમણે ઉપસ્થિત કાર્યકરો નો આભાર માન્યો અને વ્યાપાર, તકનીકી અને ઉદ્યોગ ક્ષેત્રોમાં ખૂબ આગળ વધવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.
મોહનલાલ એસ. જાંગિડ ગાંધીધામ















