રાજકોટ : શ્રી વિશ્વકર્મા સમાજના શિક્ષણક્ષેત્રે પ્રગતિ હેતુ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ સાથે “ શ્રી વિશ્વકર્મા એકેડમી ” સંસ્થા જોડાઇને શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના એવા વિદ્યાર્થી ભાઇ - બહેનો કે જે ધોરણ ૧૧ અથવા ૧૨ માં ધોરણમાં બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહ્યાં છે તેમજ આગળના ક્ષેત્રમાં ડૉકટર બનવા ઇચ્છુક છે તેઓ માટે ફ્રી માં NEET નું શિક્ષણ ઓનલાઇન માધ્યમથી આપવામાં આવશે . આ ઓનલાઇન ક્લાસીસ ૪ - જુલાઇ -૨૦૨૧ થી શરૂ થઇ ચુક્યા છે . તો આ ક્ષેત્રે કારકીર્દિ મેળવવા ઇચ્છુક વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થી ભાઇ - બહેનોએ આ સુવિધાનો નિઃશુલ્ક લાભ લઈ શકે છે
આ માટે જોઈતા કાગળો માં આધાર કાર્ડની ઝેરોક્ષ , છેલ્લી માર્કશીટની ઝેરોક્ષ નીચે આપેલ સરનામાં ઉપર મોકલવાની રહેશે . આ ક્લાસનું સંચાલન ડૉ . નુતનપ્રકાશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવશે . વધુ માહિતી માટે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ - રાજકોટના ફોન નં . ૦૨૮૧ ૨૨૨૨૪૪૫ , ૨૨૨૧૨૫૨ , મો . નં . ૮૪૦૫૮૪૦૫૦૮ ઉપર સંપર્ક કરી શકો છો .
===========
Sponsor




