રાજકોટ શહેર ના ભાજપના બક્ષી પંચ ના મોરચા માં શ્રી વિશ્વકર્મા સમાજ ના મંત્રી શ્રી

 રાજકોટ : રાજકોટ શહેર ના ભાજપ ના બક્ષી પંચ ના મોરચા માં શ્રી વિશ્વકર્મા સમાજ ના મંત્રી શ્રી ની નિયુકતી

    શ્રી વિશ્વકર્મા સમાજ (ગુર્જર સુથાર) ના મધ્યમ વર્ગીય પરિવાર ના અને ઇલોકટ્રોનિક રીપેરીંગ તથા મેન્યુફેક્ચરિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી સંદીપ ભાઈ અંબાસણા

     શ્રી સંદીપ ભાઈ અંબાસણા છેલ્લા પાંચ વર્ષ થી  ભાજપ માં જોડાઇ ને સમાજ સેવા કરતા આવે છે.

     રાજકોટ ના વોર્ડ ન.13 માં લોક સેવા માં સહયોગી અને હાલ છેલ્લા ઘણા સમય ગાળા થી ચાલી રહેલ કોરોના કાળ માં લોકો ની ઘણી સેવાક્રિય પ્રવુતિ કરી છે. આ સેવાક્રિય પ્રવુતિ માં તેમને લોકો ના ઘેર ઘેર જઈને લોકો ને. રાસન કીટ નું વિતરણ કર્યું, લોકો ને દવા પહોંચાડવા નું કાર્ય કર્યું અને લોકો માટે ઉકાળા ની વ્યવસ્થા પણ કરાવી અને આ તમામ કાર્ય માં સારો એવો સહયોગ પણ કર્યો.

    આ તમામ સેવા ક્રિય કાર્યો ને અને લોક ચાહના ને ધ્યાન ને રાખીને હાલમાં રાજકોટ માં ભારતીય જનતા પાર્ટી એ રાજકોટ શહેર ના બક્ષીપંચ મોરચા ના મંત્રી તરીકે નિયુકતી કરી છે.

     સમાજ ના સાથી રાજકારણ માં સક્રિય હોય એ સમાજ માટે સારા સંકેત કહેવાય. ભાજપ દ્વારા આ નિયુકતી ના સમાચાર જાહેર થતા સંદીપ ભાઈ ને સમાજ ના અગ્રણી ઓ , મિત્ર વર્તુળ, તથા સ્નેહીજનો તરફ થી અભિનંદન ની વર્ષા થવા લાગી હતી.

     SHREE VISHWAKARMA NEWS

SV NEWS GROUP તરફ થી શ્રી સંદીપ ભાઈ અંબાસણા ખૂબ ખૂબ અભિનંદન

============

Sponsor





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું