શ્રી વિશ્વકર્મા સમાજ નો બાળક જેને મોટા ભાગના ખેલો માં છે મહારથ હાંસિલ

 બોટાદ : ગુજરાત માં આવેલ બોટાદ શહેર ના શ્રી વિશ્વકર્મા સમાજ ના બાળકે મોટાભાગના ખેલો માં કરી છે મહારથ હાસિલ અને બન્યો છે તમામ ખેલો નો વિજેતા


      બોટાદ જિલ્લા ના વતની અને શ્રી વિશ્વકર્મા સમાજ ના બાળક નું નામ છે. મિત ભરતભાઈ ગજ્જર (અગારા) 

     હાલ માં જ બોટાદ ના સ્ટેશન રોડ પર આવેલી સરકારી હાઇસ્કુલ ગ્રાઉન્ડ પર અંડર ફોર્ટીન ક્રિકેટ  ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મા ત્રણ વનડે મેચ યોજવામાં આવી હતી. આ મેચ માં બોટાદ ની સમરસ એકેડમી અને રાજકોટ રૂલર (જેતપુર) વચ્ચે ત્રણ મેચ ક્ષેણી માં બોટાદ ની સમરસ એકેડમી ટિમ નો ભવ્ય વિજય થયો હતો. અને આખી શ્રેણી ઉપર કબજો જમાવ્યો હતો.


     તા. 24 અને 25 ( શનિવાર તથા રવિવાર ) ના રોજ અન્ડર ફોર્ટીન રાજકોટ રૂલર ( જેતપુર ) અને બોટાદ સમરસ એકેડમી વચ્ચે ની મેચ માં સમરસ  બોટાદ ની ટિમ  જીરો બે થી વિજેતા બની હતી. આ શ્રેણી માં સમરસ બોટાદ ટિમ ના જીત સિદ્ધાર્થ સોલંકી મેન ઓફ ધ મેચ તથા જય ને બેસ્ટ બોલર તથા મીત ગજ્જર ને બેસ્ટ બેસ્ટમેન નો ઍવોડ આપવામાં આવ્યો હતો.



   આ ટુર્નામેન્ટ ની ક્ષેણી માં મિત ગજ્જર 36 બોલમાં 35 રન  અને 6/4 સાથે હેટ્રિક 4 મારી અને અણનમ રહ્યો હતો.


સ્કેટિંગ માં વિજેતા

    બોટાદ જિલ્લામાં ખેલમહાકુંભ 2019 સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લાના અલગ અલગ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભ 2019 મસ મિત ગજ્જર સ્કેટિંગ માં પ્રથમ નંબર થી વિજેતા થયો હતો.


અન્ડર 18 ની પસંદગી માં મિત ગજ્જર

      એક અખબાર ની યાદી મુજબ 2021 માં સૌરાષ્ટ્ર એસોસિએશન દ્વારા બોટાદ જિલ્લા 18 ક્રિકેટ લિંગ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ માં પણ મિત ગજ્જર ની પસંદગી કરવામાં આવી હતી.


મિત ગજ્જર એ મેળવ્યું ગોલ્ડ મેડલ

     એક અખબાર ની યાદી મુજબ ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ રોલર સ્કેટિંગ ટુર્નામેન્ટ માં પણ મિત ગજ્જર ને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યો હતો.

      મિત ગજ્જર ના પિતા ભરતભાઈ ગજ્જર (અગારા) પી.જી.વી.સી.એલ માં ફરજ બજાવે છે. તેમના કહ્યા મુજબ મિત નાનપણ થીજ રમત ગમત માં શોખ છે. મિત ફૂટબોલ, માર્શલ આર્ટ, સ્કેટિંગ તથા ક્રિકેટ માં રસ ધરાવે છે.



      મિત ગજ્જર ને નાનપણથી જ સારી એવી રુચિ હતી અને તેમના પરિવાર જનો તથા માતા પિતા તરફ થી પણ સારું એવું પ્રોત્સાહન મળતું રહે છે.


💢💢💢💢💢💢💢💢💢💢💢

Advertisement





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું