કચ્છ ગુર્જર સુથાર જ્ઞાતી ના ભુ.પુ. પ્રમુખ ને મળી વધુ એક જવાબદારી

 રાપર : કચ્છ ના રાપર તાલુકામાં આવેલ આડેસર ના વતની અને કચ્છ ગુર્જર સુથાર જ્ઞાતી ના ભુ. પુ. પ્રમુખ એ વધુ એક જવાબદારી ઉપાડી અને લોકો અને સમાજ ની સેવા કરી.
     ગુજરાત ના કચ્છ જિલ્લા માં આવેલ રાપર તાલુકા માં આવેલ આડેસર ગામ ના વતની અને સમાજ સેવા અને લોકો સેવા માં હમેશા અગ્રેસર રહેતા તથા કચ્છ ગુર્જર સુથાર જ્ઞાતિ ના ભુ.પૂર્વ પ્રમુખ શ્રી દીપકભાઈ ખીમજીભાઈ ભાલારા ને વધુ એક પદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    હાલ માં મળતી માહિતી મુજબ શ્રી દિપકભાઈ ભાલારા ને ઇન્ડિયા ની અગ્રેસર ગણાતી સંસ્થા "માનવ અધિકાર સહાયતા સંસ્થાન" દ્વારા ગુજરાત ના કચ્છ જોન ના અધ્યક્ષ તરીકે ની નિમણૂક કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા લોકો ઉપર થતા ખોટી રીત ના અતિયાચાર રોકવા તથા આવા અત્યાચાર નો ભોગ બનેલા લોકો ને સહાય કરવાનું કામ કરે છે. 
શ્રી દિપકભાઈ ભાલારા નો આછો પરિચય
   શ્રી દીપકભાઈ ભાલારા પહેલે થીજ લોકો સેવા માં રુચિ ધરાવે છે. તે પોતાના ગામ તથા આસપાસ ના ગામો લોકો ની અવાર નવાર મદદ કરતા રહે છે. અને ઘણા સમય થી કચ્છ ના ગુર્જર સુથાર સમાજ ના ટ્રસ્ટી નો હોદો પણ સંભાળે છે. થોડા સમય પહેલા સમાજ ના પ્રમુખ તરીકે નો હોદ્દો સંભાળી અને સમાજ ની સેવા કરી ચુક્યા છે. સમાજ ના સ્પષ્ટ વક્તા અને સચોટ વક્તા એવા શ્રી દીપકભાઈ પોતે કન્ટ્રકસન ના બિઝનેસ સાથે સંકળાયેલા છે. પણ જ્યારે પણ સમાજ સેવા કે લોકો ની સેવા કરવાનો અવસર મળે છે તેમાં આજે પણ અવિરત સેવા કરતા હોય છે.

==========
Advertising

     ગુજરાતમાં વધુ જોવાતા ન્યુઝ ચેનલ " SV NEWS " સાથે તમે પણ તમારા જન્મદિવસ, શુભેચ્છા, તથા તમારા ધંધા વ્યવસાય ની જાહેરાત નજીવા દરે આપી જોડાઈ શકો છો. આજે જ અમારો સંપર્ક કરો
  વોટ્સએપ 91046 33987





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું